Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ધનતેરસે 80 કરોડનું 125 કિલો સોનું, રૂ.7થી 8 કરોડની 1 હજાર કિલો ચાંદીનું વેચાણ

Webdunia
બુધવાર, 3 નવેમ્બર 2021 (09:03 IST)
કોરોનાના બે વર્ષ બાદ પહેલા વખત શહેરમાં દિવાળીની ખરીદી નીકળી છે. ધનતેરસના દિવસે શહેરમાં અંદાજે રૂ.7થી 8 કરોડની 1 હજાર કિલો ચાંદી અને 80 કરોડના 125 કિલો સોનાનું વેચાણ થયું છે. શહેરના વેપારીઓએ ધાર્યા કરતા વધારે વેચાણ થયું હોવાનું જણાવ્યું હતું. આ વખતે ચાંદીની લગડીઓનું વેચાણ ગત વર્ષો કરતા વધારે થયું છે. આ ઉપરાંત હીરા-ઝવેરાત અને પ્લેટિનમ મળીને અંદાજે 100 કિલો જેટલું વેચાણ થયું છે. ધનતેરસે ચાંદીની વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હોય છે. શહેરમાં ધનતેરસના દિવસે 1 હજાર કિલો ચાંદીનું વેચાણ થયું છે. ધનતેરસના દિવસે ખરીદવામાં આવેલી વસ્તુઓ તેર ગણી વધી જાય છે. જેથી લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદીથી બનેલી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. ધનતેરસના દિવસે સૌથી વધારે ચાંદીનું વેચાણ થતું હોય છે. સતત બે વર્ષથી મંદીમાં રહેલા સોનીઓને ધનતેરસે ચાંદી ચાંદી થઇ ગઇ છે. ધનતેરસે શહેરમાં 1 હજાર કિલો ચાંદી સાથે 125 કિલો સોનાનું અને 100 કિલો કરતા વધારે હીરા, ઝવેરાત અને પ્લેટિનમનું વેચાણ થયું છે. નવરાત્રિથી વેપાર સારો થઇ રહ્યો છે, પરંતુ દિવાળી પછી સોના-ચાંદીના ભાવ વધી શકે છે. જેના કારણે લોકો દાગીના, લગડી લેવા લાગ્યા છે. તેમજ લગનસરાની ઘરાકી ચાલુ થઇ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

22 માળની ઈમારત 15 સેકન્ડમાં રાખ થઈ ગઈ, જાણો હર્ટ્ઝ ટાવર પર કેમ બોમ્બ વિસ્ફોટ થયો?

મહિલાને ડિલિવરી માટે 8 ઈન્જેક્શન આપ્યા, પછી ખાડાવાળા રસ્તા પર ઓટોમાં લઈ ગયા, બાળકનું મોત

કોટામાં એક વૃદ્ધ મહિલાના પેટમાંથી 6 હજારથી વધુ પથરી નીકળી, ગણતરીમાં અઢી કલાક લાગ્યા

ડીજે વગાડવાને લઈને બે પક્ષો વચ્ચે ઝઘડો, ત્રણ લોકોના મોત, 11 લોકોની ધરપકડ

Train Accident in Bihar: પલટવાથી બચી બેંગલુરૂથી ગોહાટી જઈ રહી ટ્રેન બે પર કાર્યવાહી

આગળનો લેખ
Show comments