Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં જવેલર્સની દુકાનમાં હાથ ફેરો કરતી યુવતીને લોકોએ થાંભલા સાથે બાંધીને બેરહેમીથી ફટકારી

Webdunia
મંગળવાર, 27 એપ્રિલ 2021 (18:57 IST)
અમદાવાદમાં હાલ ખૂબ ખરાબ સમયમાંથી દરેક લોકો પસાર થઈ રહ્યા છે. ત્યારે હવે શહેરમાં લોકો કાયદો હાથમાં લેતા દેખાઈ રહ્યા છે. 20 થી 22 વર્ષની યુવતી સોના ચાંદીના દુકાનમાં ગઈ અને દાગીના પર હાથ ફેરો કર્યો હોવાનો આક્ષેપ થયો પણ તેનાથી પણ ખરાબ આ લોકોએ યુવતીને થાંભલા સાથે બાંધી દીધી અને તેને માર મારવા લાગ્યા. જે બાદ પોલીસ પણ ત્યાં પહોંચી હતી.

આ સમગ્ર ઘટનામાં કોઈ પણ તથ્ય હોય પણ યુવતીને બાંધીને પુરુષો મારતા હોય તે ઘટના ખૂબ જ ઘૃણાસ્પદ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, નરોડા વિસ્તરમાં આવેલી સોના ચાંદીની દુકાનમાં એક સ્વરૂપવાન યુવતી ખરીદી કરવાના બહાને ગઈ હતી. દુકાન માલિકનું ધ્યાન બીજે જતા જ યુવતીએ તેના પર સ્પ્રે છાંટીને કોઈ વસ્તુ સેરવીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દુકાન માલિકે તેને પકડી લીધી હતી. બાદમાં નરોડા માછલી સર્કલ પાસે લોકોએ આ યુવતીને થાંભલા સાથે બાંધી દીધી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ તથા વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સીસીટીવીમાં યુવતી જ્વેલર્સની દુકાનમાં ઊભેલી દેખાય છે. તે દાગીના જોઈ રહી છે અને એક હાથમાં પાછળ સ્પ્રે છુપાવી રાખેલો છે. થોડીવાર દુકાનમાં ઊભા રહી તે અચાનક દુકાન માલિકના ચહેરા પર સ્પ્રે છાંટીને ત્યાંથી ભાગી જાય છે. દુકાનદાર પણ તેનો પીછો કરે છે. જ્યારે બીજા વીડિયોમાં લોકો યુવતીને થાંભલા સાથે બાંધીને માર મારી રહ્યા છે, યુવતી સતત છોડી મૂકવા માટે આજીજી કરે છે, પરંતુ ત્યાં રહેલા પુરુષોએ હાથ ઉઠાવતા તે બેભાન થઈ જાય છે.

યુવતી ભલે ગુનેગાર હોય કે ન હોય પણ આ યુવતીને થાંભલે બધીને કેટલાક બેશરમ લોકો આ યુવતીને માર મારતા રહ્યા હતા .જેમાં એક વખત તો યુવતી બેભાન પણ થઈ ગઈ હતી. આ ઘટના હાલ પોલીસ યુવતી સામે ગુનો દાખલ કરી રહી છે પરંતુ ખરેખર યુવતીને મારનાર સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments