Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યના ૯૪ ડેમ હાઈ એલર્ટ, ૧૦ ડેમ એલર્ટ અને ૭૪ ડેમ વોર્નિંગ ઉપર

રાજ્યના ૯૪ ડેમ હાઈ એલર્ટ
, સોમવાર, 17 ઑગસ્ટ 2020 (18:19 IST)
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૧૭મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૨ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૯૫ તાલુકાઓ એવા છે કે જ્યાં અડધા ઈંચથી સાડા પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના માંડવી અને મુન્દ્રા તાલુકામાં  સાડા પાંચ ઈંચ, તાપીના વાલોડ અને આણંદના તારાપુર તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. 
રાજ્યના ૯૪ ડેમ હાઈ એલર્ટ
 કચ્છના માંડવીમાં ૧૩૩ મી.મી., મુન્દ્રામાં ૧૩૨ મી.મી., વાલોડમાં ૧૨૭ મી.મી., તારાપુરમાં ૧૨૪ મી.મી., નેત્રંગમાં ૧૨૧ મી.મી., વાલીયામાં ૧૧૪ મી.મી., ખંભાતમાં ૧૦૮ મી.મી. અને ભિલોડામાં ૧૦૬ મી.મી. વરસાદ એટલે કે ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે મહુવા(સુરત), ધરમપુર, વડાલી, નવસારી, ઈડર અને વ્યારા મળી કુલ છ તાલુકાઓમાં ત્રણથી ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. તદુપરાંત તિલકવાડા, સુબિર, બોરસદ, જલાલપોર, ભરૂચ, દિયોદર, ગાંધીધામ, પેટલાદ, સતલાસણા, ગરૂડેશ્વર, પલસાણા, ડિસા, સોજીત્રા અને ચોર્યાસી તાલુકા મળી કુલ ૧૩ તાલુકાઓમાં બે ઈંચ થી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના ૬૭ તાલુકાઓમાં અડધાથી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જયારે ૯૬ તાલુકાઓમાં અડધા ઈંચથી એક મી.મી. સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે.   
રાજ્યના ૯૪ ડેમ હાઈ એલર્ટ
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૭૯.૪૪ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૨.૩૫ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૨.૪૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૯.૩૧ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૬૨.૦૩ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૫૬.૪૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં વરસી રહેલાં અવિરત વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની ડેમની જળસપાટી ૧૨૧.૦૮ મીટર પર પહોંચી છે. તેની સાથે જ સરદાર સરોવર ડેમમાં ૫૪.૦૬ ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના ડેમોની સ્થિતિ પર તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજની સ્થિતિએ કુલ ૯૪ ડેમ હાઈ એલર્ટ ઉપર એટલે કે ૯૦ ટકાથી વધુ ભરાયા, ૧૦ ડેમ એલર્ટ ઉપર એટલે કે ૮૦થી ૯૦ ટકા ભરાયા અને ૭૪ ડેમ વોર્નિંગ ઉપર એટલે કે ૭૦થી ૮૦ ટકા ભરાયા છે. તે ઉપરાંત ૮૭ ડેમ ૭૦ ટકાથી ઓછા ભરાયા છે. 
 
રાજ્યમાં વરસાદી માહોલના કારણે ગુજરાત એસ.ટી. બસની ત્રણ રૂટની કુલ ૧૭ ટ્રીપો બંધ કરવાની ફરજ પડી છે. તે ઉપરાંત સ્ટેટ હાઈવેના ૧૨ રસ્તાઓ, પંચાયતના ૧૭૨ રસ્તાઓ, નેશનલ હાઈવેના બે રસ્તાઓ તેમજ અન્ય નવ રસ્તાઓ મળી કુલ ૧૯૫ રસ્તાઓ બંધ છે. જેને પૂર્વવત કરવા તંત્ર કાર્યરત છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Work From Home - વર્ક ફ્રોમ હોમ કંપનીઓ કર્મચારીઓએ માટે પાંચ નવા ભથ્થા આપી રહી છે