Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના દરિયાકાંઠે શાહીન વાવાઝોડાનુ સંકટ, પવનની ગતિ 60 થી 150 કિલોમીટર સુધી

Webdunia
બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (16:48 IST)
ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ અમદાવાદમાં પવન ફૂંકાયો છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. આજે દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ 60 કિલોમીટરની છે. જે આવતીકાલે 80થી 90 કિ.મી. વચ્ચેની રહેશે. જે પહેલી ઓક્ટોબરે 150 કિલોમીટર સુધીની થઈ શકે છે. આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
 
ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત અરબ સાગરમાં શાહિન વાવાઝોડું સર્જાઈ રહ્યું હોવાથી ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. અરબ સાગરમાં શાહિન વાવાઝોડું સક્રિય થવાથી દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં આવતી કાલે સવારના સમયે ડિપ્રેશનની અસર જોવા મળી શકે છે. ગુલાબ વાવાઝોડુ શાહિનમાં આવતી કાલે પરિવર્તિત થશે. ત્યાર બાદ કચ્છના અખાતમાં થઈને પાકિસ્તાનની માકરન કોસ્ટ સુધી પહોંચશે. આ સમય દરમિયાન દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા 29 સપ્ટેમ્બરે બપોરે બે વાગે જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવ્યું છે.
 
અરબ સાગરમાં શાહિન વાવાઝોડું સર્જાઈ રહ્યું છે
 
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’સર્જાઈ રહ્યું છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ દ્વારા વાવાઝોડાને કારણે દરિયામાં ગયેલા માછીમારોને પરત આવવા આદેશ કર્યો છે. ઓખા અને પોરબંદર સહિત ગુજરાતના કોસ્ટ ગાર્ડ સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. તે ઉપરાંત ગુજરાતના 17 જિલ્લામાં NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, પોરબંદરના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદને કારણે મુખ્ય 6 અન્ય 3, પંચાયત હસ્તકના 197 અને એક નેશનલ હાઈવે સહિત કુલ 207 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંઘ કરી દેવામાં આવ્યાં છે.રહેશે.
 
ખાડીપૂરના સંક્ટથી પાલિકાનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. ઉકાઈની સપાટી જાળવી રાખવા માટે ડેમમાંથી 2 લાખ પાણી છોડાઈ રહ્યું છે, જેથી તાપી નદી બે કાંઠે વહી રહી છે, સુરત શહેર સાથે જિલ્લામાં ભારે વરસાદને લઇ ખાડીઓના લેવલમાં વધારો થતાં શહેરના માથે ખાડીપૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ઉમરપાડામાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતીઓ ખાડીઓના સ્તરમાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ, શહેરમાં સરેરાશ 2.7 ઇંચ વરસાદ થયો છે.
 
 
રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 110 મિમી જેટલો વરસાદ થતો હોય છે. આ વર્ષે 340 મિમી, એટલે કે સરેરાશથી ત્રણ ગણા ટકા જેટલો વરસાદ થયો છે. ટકાવારીની રીતે દેશમાં સપ્ટેમ્બરમાં સરેરાશની સામે સૌથી વધુ ગુજરાતમાં વરસાદ છે. ભારતીય હવામાન ખાતાની 110 વર્ષ (1901-2010) ઓલ ઇન્ડિયા રેઇનફોલ મંથલી આંકડાઓને આધારે કરાયેલા વિશ્લેષણ મુજબ, છેલ્લાં 100 વર્ષના ચોમાસાના ઇતિહાસમાં આ વર્ષે સપ્ટેમ્બરનો આ સમયગાળાનો બીજા નંબરનો સૌથી વધુ વરસાદ છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments