Webdunia - Bharat's app for daily news and videos

Install App

દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Webdunia
બુધવાર, 26 જૂન 2019 (12:25 IST)
હવામાન વિભાગ દ્વારા ભરૂચ, નર્મદા, કાપી, જામનગર, પોરબંદર, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથો સાથ મુંબઈમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તો વરસાદ થતા રાજ્યના અનેક જિલ્લાઓમાં લોકોને ગરમીથી આંશિક રાહત મળશે.
 
રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી ધીધી છે. રાજ્યમાં દક્ષિણ ભારત તરફથી ચોમાસું ઝડપથી પહોંચી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે.
 
રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૯૦ મી.મી. એટલે કે પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના ૩૧ જિલ્લાઓના ૧૪૭ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ૩૦ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ૨૯ તાલુકાઓમાં અડધા ઇંચથી અક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. 
 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૬ જુન ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત ઝોનના છ જિલ્લાઓ પૈકી ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં ક્યાંય વરસાદ પડ્યો નથી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ૧૭ મી.મી., હારીજ તાલુકમાં ૮ મી.મી, અને સમી તથા સાંતલપુર તાલુકામાં ૩ મી.મી. જેટલો વરસાદ વરસ્યો છે.  
 
બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને કાંકરેજ  તાલુકામાં ૨૬ મી.મી., દાંતા તાલુકામાં ૪૭ મી.મી., ભાભરમાં ૨૫ મી.મી., પાલનપુરમાં ૨૩ મી.મી., અમીરગઢમાં ૧૭ મી.મી., લાખણીમાં ૧૨ મી.મી., ડિસામાં ૧૦ મી.મી., ધાનેરા અને સૂઇગામમાં ૫ મી.મી.થી ઓછો વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ૨૪ મી.મી., વડાલી તાલુકામાં ૪ મી.મી. વરસાદ વરસ્યો છે.  અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ૧૧ મી.મી. અને મેઘરજમાં ૮ મી.મી. વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના ભૂજ તાલુકામાં ૬૨ મી.મી. એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 
 
સૌરાષ્ટ્ર ઝોનના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ૩૦ મી.મી., મૂળીમાં ૧૨ મી.મી. અને ચોટીલામાં ૧૧ મી.મી. અને રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકામાં ૪ મી.મી. સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. મોરબી જિલ્લાના વાંકાનેરમાં ૪૦ મી.મી. અને મોરબી તાલુકામાં ૧૫ મી.મી., જામનગર જિલ્લાના લાલપુરમાં ૬૯ મી.મી. અને ધ્રોલ તાલુકામાં ૫૮ મી.મી., પોરબંદર જિલ્લાના કુતિયાણામાં ૪૪ મી.મી. અને રાણાવાવમાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો છે. 
 
તે ઉપરાંત જૂનાગઢ જિલ્લાના કશોદમાં ૫૫ મી.મી., માળીયા અને માણાવદરમાં ૬૩ મી.મી., મેંદરડામાં સૌથી વધુ ૯૦ મી.મી. અને વિવાવદરાં ૩૦ મી.મી. વરસાદ વરસ્યો છે. ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ૨૪ મી.મી. અને ગીરગઢઠામાં ૧૪ મી.મી., અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ૧૨ મી.મી. જયારે ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકામાં ૫૨ મી.મી., ઘોઘા તાલુકામાં ૧૬ મી.મી. અને તળાજામાં ૧૩ મી.મી., તેમજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો છે.  
 
દક્ષિણ ગુજરાત ઝોનના ભરૂચનાં અંકલેશ્વરમાં ૧૮ મી.મી, ભરૂચ તાલુકામાં ૩૫ મી.મી., જંબુસરમાં ૨૫ મી.મી., હાંસોટમાં ૧૩ મી.મી., નેત્રાંગમાં ૪૦ મી.મી. અને ઝગડીયામાં ૧૬ મી.મી. વરસાદ વરસ્યો છે.  જ્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ૬૪ મી.મી, ગરૂડેશ્વરમાં ૩૩ અને તિલકવાડામાં ૧૫ મી.મી. વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં ૬૭ મી.મી, વાલોદમાં ૩૪ મી.મી અને દોલવાણ તાલુકામાં ૨૦ મી.મી., સુરત જિલ્લાના ઓલપાડ, ઉમરપાડા અને માંડવી તાલુકામાં ૧૬ મી.મી., સુરત સીટી અને ચોર્યાસીમાં ૬ મી.મી તથા બારડોલીમાં ૭ મી.મી અને પલસાણા તાલુકામાં ૨૬ મી.મી. જેટલો વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લામાં વાંસદામાં ૧૭ મી.મી. અને ગણદેવીમાં ૮ મી.મી. જ્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૩ મી.મી., ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૭ મી.મી. વરસાદ વરસ્યો છે. 
 
પૂર્વ મધ્ય ગુજરાત ઝોનના તમામ આઠ જિલ્લાઓ પૈકી અમદાવાદમાં ઝરમર વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત આણંદનાં આંકલાવમાં ૨૨ મી.મી, આણંદ તાલુકામાં ૨૬ મી.મી., બોરસદમાં ૧૭ અને પેટલાદમાં ૧૬ મી.મી. અને વડોદરા જિલ્લાનાં કરજણમાં ૨૯ મી.મી., સાવલી અને વડોદરા તાલુકામાં ૧૮ મી.મી., વાઘોડીયામાં ૨૩ મી.મી., સિનોરમાં ૧૬ મી.મી. અને ડભોઇમાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે ખેડા જિલ્લના કપડવંજમાં ૪૮મી.મી. અને મહેમદાવાદમાં ૧૫ મી.મી., પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકામાં ૭ મી.મી., ઘોઘંબા, હાલોલ અને કાલોલમાં ૧૦ મી.મી, અને ગોધરામાં ૮ મી.મી વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં વરસ્યો છે. 
 
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ૭ મી.મી, દેવગઢ બારિયામાં ૭ મી.મી, સિંગવડમાં ૧૪ મી.મી. અને સંજેલીમાં ૧૦ મી.મી. વરસાદ વરસયો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ૬ મી.મી., સંખેડા તાલુકામાં ૨૯ મી.મી., બોડેલીમાં ૧૧ મી.મી. વરસાદ વરસ્યો છે.  આમ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૩૧ જિલ્લાઓના ૧૪૭ તાલુકાઓમાં સામાન્ય ઝરમરથી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. જેમાં ૩૦ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Masik Durga Ashtami 2024 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ

IND vs SA 1st T20I: ભારતે જીતી પ્રથમ T20 મેચ, દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું

બાળાસાહેબ જીવતા હોત તો તેમણે ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દીધી હોત, ભાજપના નેતા નારાયણ રાણેનું વિવાદાસ્પદ નિવેદન

Shanivar Na Upay - શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા

ગુજરાતમાં વિકાસની 'લાઇટ' ઓલવાઈ ગઈ! 57 મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 311 કરોડનું વીજ બિલ ભર્યું નથી

આગળનો લેખ
Show comments