baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદે મચાવી તબાહી, ડેમ ઓવરફ્લો, અનેક ગામ સંપર્ક વિહોણા

સૌરાષ્ટ્ર  વરસાદ
, ગુરુવાર, 19 જુલાઈ 2018 (10:37 IST)
સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે વરસાદે તબાહી મચાવી છે. માધવપુર અને ઘેડમાં 10 ઇંચ, માંગરોળમાં આઠ, માળિયામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. કોડીનાર, ઉના, ગીર ગઢડા અને સૂત્રાપાડા તાલુકામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.  બીજી બાજુ હજુ ઉત્તર ગુજરાત અને અમદાવાદ વરસાદ માટે વલખા મારી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતારણ જોવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્ર  વરસાદ
Rain lashes south Gujarat
રાજ્યમાં 15 જૂનથી સત્તાવાર ચોમાસું બેઠ્યું છે. પરંતુ રાજ્યના 10 જિલ્લાઓમાં હજુ પણ 25 ટકાથી ઓછો વરસાદ થયો છે. બનાસકાંઠામાં 14.67, પાટણમાં 17.04 ટકા, મહેસાણામાં 11.90 ટકા, સાબરકાંઠામાં 25 ટકા, ગાંધીનગરમાં 11.40 ટકા અને અમદાવાદમાં 12.94 ટકા વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર  વરસાદ
છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને બરાબરનું ધમરોળ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ગીર સોમનાથમાં પણ સાર્વત્રિક મેઘ મહેરથી ચારેકોર પાણી ભરાયા છે. અનેક ઠેકાણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયાં છે. લોકોની ઘરવખરી પલડી ગઈ છે. જીવન દોહ્યલુ બન્યું છે. લોકોને ભોજનની મુશ્કેલીઓ પડી રહી છે. NDRFની ટીમ કાર્યરત છે. બેટમાં ફેરવાયેલા ગામડાઓ ભારે વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. એનડીઆરએફએ ફૂડ પેકેટ અને દવાઓનું વિતરણ કરી રહી છે. NDRFની ટીમ દ્ગારા સહાય મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
સૌરાષ્ટ્ર  વરસાદ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અવિશ્વાસ પ્રસ્તાવ - મોદીની એક કાંકરે બે પક્ષી મારવાની રાજનીતિ છે ?