Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાત ગરમીમાં શેકાયું, અમદાવાદમાં 44 ડીગ્રી

ગુજરાત ગરમીમાં શેકાયું, અમદાવાદમાં 44 ડીગ્રી
, ગુરુવાર, 30 મે 2019 (11:51 IST)
સમગ્ર ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદમાં ગરમીને કારણે અનેક લોકોની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં ગઈ કાલે 44 ડીગ્રી તાપમાન થતાં 100થી વધુ લોકો ઢળી પડ્યાં હતાં. આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 44થી 45 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં 108 ઈમરજન્સી સેવામાં નોંધાયેલા આકંડા મુજબ કાળઝાળ ગરમીના કારણે 500થી વધુની તબિયત લથડી હતી. 100થી વધુ મુર્છિત થયા હતા. 150થી વધુ લોકોને પેટનો દુખાવો ઉપડ્યો હતો. અને 50થી વધુ લોકોને છાતીમાં દુખાવો થતા 108 મારફતે શહેરની વિવિધ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મે માસની ગરમી ચરમસીમાએ પહોંચી ગઈ છે. હીટવેવથી બપોરના સમયે અમદાવાદ તમામ ચાર રસ્તાઓ પર રીતસર કર્ફ્યુ જેવા માહોલ જોવા મળી રહ્યો છે. જેથી શહેરીજનો લાચાર બની ગયા છે. ઉત્તરીય અરબી સમુદ્રમાં રચાયેલાં હાઈ પ્રેશરથી એકાએક ગરમી વધતા અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રી પાર કરી ગયો છે. ગઈકાલે અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ 44.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં 44.7 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ ગરમ શહેર બન્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#ModiSarkar2 નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સભારંભની 15 ખાસ વાત