મોસમ અપડેટ - ગુજરાતમાં આ જગ્યાઓ પણ પડી શકે છે ભારે પવન સાથે વરસાદ
, સોમવાર, 13 મે 2019 (10:19 IST)
પાછલા કેટલાક દિવસોથી દેશમાં જુદા જુદા ભાગોમાં મોસમમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યું હતું. ઘણી જગ્યાઓ પર સતત પારા ઉપર ચઢી રહ્યું હતું પણ કેટલીક જગ્યા અને ભારે પવન અને વરસાના કારણે ગર્મીથી કઈલ રાહત પણ જોવા મળી રહી છે. પણ આ રાહત વધારે દિવસ સુધી નહી રહેશે.
13મેથી વાતાવરણમાં પલટો આવે તેવી શકયતા છે. જ્યારે અમદાવાદમાં ગરમી ફરી 40 ડિગ્રી પારા પાર કરી શકે છે. જ્યારે 14 તારીખ પછી 2-3 દિવસ સુધી ભારે પવન સાથે વરસાદ થવાથી વાતાવરણ પલટાશે.
આ ત્રણ-ચાર દિવસ કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી પણ શકયતા છે. ભારે પવન સાથે ધૂળભરી આંધી આવશે તેનાથી વાતાવરણ પલટતા લોકોને ગરમીથી રાહત મળશે.
આગળનો લેખ