Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ગુજરાત નહીં તો શુ પાકિસ્તાન જઈને રમીએ?', મોડી રાત સુધી ગરબા પર બોલ્યા મંત્રી હર્ષ સંઘવી

Webdunia
શુક્રવાર, 4 ઑક્ટોબર 2024 (16:49 IST)
Harsh Sanghvi on Garba Dance in Navratri 2024:  ગયા વર્ષની જેમ ગુજરાત સરકારે આ વખતે પણ  મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી છે. શનિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે ગરબા એ ગુજરાતની ઓળખ છે. ગુજરાતના લોકો સવારે 5.00 વાગ્યા સુધી પણ ગરબા રમી શકશે. હવે સરકારના આ નિર્ણયને લઈને રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે.
 
બીજી બાજુ આ મુદ્દે વિરોધ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, "કેટલાક લોકોને મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ હોય ત્યારે પેટમાં દુખાવો થાય છે. જો ગુજરાત નહીં, તો શું આપણે ગરબા પાકિસ્તાન ગરબા રમવા જવું જોઈએ?  ગાંધીનગરમાં થનગનાટ ગરબા કાર્યક્રમમાં વિરોધીઓને જવાબ આપતા હર્ષ સંઘવીએ આ વાત કરી હતી.
 
નવરાત્રી પર્વને લઈને કડક સુરક્ષા
ગુજરાતમાં નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં ગુજરાત પોલીસે નવરાત્રિ દરમિયાન નાગરિકો ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. આ સમયગાળા દરમિયાન તમામ શહેરો અને જિલ્લાઓમાં કુલ 737 ટીમો તૈનાત કરવામાં આવી છે. ટીમ પરંપરાગત પોશાકમાં ફરજ બજાવશે. આ ટીમો સતત તકેદારી રાખશે, જેથી કોઈપણ જગ્યાએ છેડતીની ઘટના ન બને અને યુવતીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે.
 
આ ઉપરાંત રાત્રે ગરબા રમ્યા બાદ જો કોઈ બહેન કે પુત્રીને ઘરે જવા માટે વાહન ન મળે તો તેઓ 100 નંબર અથવા 181 નંબર પર ફોન કરીને મદદ મેળવી શકે છે. નવરાત્રિ પર્વ દરમિયાન તમામ શહેરો અને જિલ્લાઓમાં કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી કેમેરા દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ નજર રાખી રહ્યા છે.
 
નવરાત્રી દરમિયાન તમામ શહેરો અને જિલ્લાઓમાં 5152 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. શહેરી વિસ્તારો તેમજ ગામડાઓમાં ગરબા દરમિયાન ખાસ તકેદારી રાખવા માટે જીઆરડીના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી આંતરિક વિસ્તારોમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Next CM: એકનાથ શિંદે બનવા માંગે છે ગૃહમંત્રી ? CM પદની રેસ વચ્ચે કરી દીધી નવી ડિમાંડ

Chinmaya krishna das- ચિન્મય દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વકીલની હત્યા મામલે ખળભળાટ મચી ગયો છે, હિન્દુ સંગઠને આરોપો પર સ્પષ્ટતા કરી છે.

સરકાર લાવી રહી છે નવું PAN કાર્ડ, કરદાતાઓ પર શું થશે અસર

પાકિસ્તાનમાં સ્થિતિ ચિંતાજનક, વિરોધ હિંસક બન્યો, અબ્દુલ કાદિર ખાન સહિત 12ના મોત

Viral News - હે ભગવાન.... શાળામાં લંચ કરતી વખતે બાળકે એક સાથે ત્રણ પુરીઓ ખાવાની કરી કોશિશ, શ્વાસ લેવામાં તકલીફ અને હોસ્પિટલમાં તોડ્યો દમ

આગળનો લેખ
Show comments