Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જે લોકોની એકેય પેઢીએ શહિદી નથી વ્હોરી એ લોકો દેશભક્તિના ગીતો ગાય છે- હાર્દિક પટેલ

હાર્દિક પટેલ
, સોમવાર, 4 માર્ચ 2019 (12:06 IST)
આજે મોટાવરાછામાં સુદામા ચોક ખાતે લોક અધિકાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા હતા. આ સભાનો મુખ્ય હેતુ પાસ નેતા અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, આંદોલનકારીઓ પર થયેલા કેસો પાછા ખેંચવા અને ખેડૂતોને દેવા માફી સહિતની માંગણીઓનો હતો. સભામાં સંબોધન કરતા હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અને પાટિદાર સમાજને એક થવાનું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે જો 10 ટકા અનામત આપવી જ હતી તો સરકારે પાટીદાર સમાજના લોકો પર રાષ્ટ્રદ્રોહના કેસ શા માટે કર્યા? હાર્દિકે વધુમાં જણાવ્યું કે જે લોકોની 50 પેઢીમાં કોઈ સરહદ પર શહીદ નથી થયું તેવા લોકો સોશિયલ મીડિયામાં દેશભક્તિની વાતો કરી રહ્યા છે. આપણા સૈનિકો વગર યુદ્ધે શહીદ થઈ રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rate of Petrol Today - ફરી મોંઘુ થયુ પેટ્રોલ-ડીઝલ, જાણો આજના નવા રેટ્સ