Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કચ્છ સરહદે પાકિસ્તાનનુ ડ્રોન ભારતીય સેનાએ તોડી પાડ્યુ

કચ્છ સરહદે પાકિસ્તાનનુ ડ્રોન ભારતીય સેનાએ તોડી પાડ્યુ
, મંગળવાર, 26 ફેબ્રુઆરી 2019 (12:03 IST)
પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાના મિરાજ 2000 વિમાનોએ કરેલા હુમલા બાદ વાયુસેનાના તમામ એરબેઝને હાઈએલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. ગુજરાતના જામનગર સહિતના તમામ એરબેઝ હાઈ એલર્ટ પર છે ત્યારે કચ્છ સરહદે પાક સેનાનુ એક ડ્રોન ભારતની સેનાએ તોડી પાડ્યુ હોવાના અહેવાલો મળી રહ્યા છે. એ પછી સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ બની છે.વાયુસેનાની એક ટીમ પણ જે સ્થળે ડ્રોન તોડી પાડ્વામાં આવ્યુ છે ત્યાં તપાસ માટે પહોંચી હોવાનુ જાણવા મળ્યુ છે. કચ્છના તુંઘાતડ ગામ પાસે આ ડ્રોન જોવા મળ્યુ હતુ.એ પછી ભારતીય સેનાએ કાર્યવાહી કરીને તેને તોડી પાડ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સોમનાથના દરિયા કિનારે પણ સુરક્ષાને લઈને સવાલો ઉઠવા પામ્યા હતાં.
 
 
 
 
Attachments area
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Petrol Price Today: પેટ્રોલનો ભાવ છઠ્ઠા દિવસે પણ વધ્યો, જાણો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ