Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Birthday Amdabad- અમદાવાદ શહેરનો આજે 614મો સ્થાપના દિવસ

sabarmati RF
, બુધવાર, 26 ફેબ્રુઆરી 2025 (09:06 IST)
Happy Birthday Amdabad-  અમદાવાદ શહેરનો આજે 614મો સ્થાપના દિવસ છે અને આ પ્રસંગે ચાલો આપણે આ ઐતિહાસિક નગરના ભૂતકાળમાં ડોકિયું કરીએ.

 
26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે. અહેમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં વસાવેલું અહમદાબાદ 614 વર્ષની લાંબી મજલ ખેડીને આજે અમદાવાદ બન્યું છે. અહમદશાહે 26 ફેબ્રુઆરી 1411 ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો તેણે તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. તેણે નવી રાજધાની 4 માર્ચ 1411 ના રોજ નક્કી કરી હતી.  ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.
 
દંતકથા અનુસાર અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે: જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા.

આ શહેર આજે પણ તેના ઈતિહાસ સાથે જીવી રહ્યું છે અને પોતાનો વારસો સાચવીને રાખ્યો છે. આજે પણ સતત દોડતા રહેતા અમદાવાદ શહેરમાં પોળ ક્લચર જોવા મળે છે. પોળ દ્વારા અમદાવાદને એક આગવી ઓળખ પણ મળી છે. આધુનિક યુગમાં પોળનું ક્લચર અલગ જોવા મળે છે. અમદાવાદની કેટલીક પોળની સાંકળી ગલીઓ, ઘર આજે જોવાલાયક સ્થળ બની ચુક્યા છે. જૂના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની પૂર્વ દિશામાં કોટ વિસ્તારમાં આશરે 360 જેટલી પોળો આવેલી છે. અમદાવાદની સૌપ્રથમ પોળનું નામકરણ મૂહર્ત પોળ કરવામાં આવ્યું હતું, જે માણેક ચોકને અડીને બાંધવામાં આવેલી હતી. પોળ શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ પ્રાટોલી વડે થઇ છે, જેનો અર્થ બંધ વિસ્તારનો પ્રવેશ થાય છે. આજે અમદાવાદની પોળો જોવા ભારતના જ નહીં પણ વિદેશી મહેમાનો પણ આવે છે અને અહીંની કલા તેમજ સંસ્કૃતિને જાણે છે. ભલે અત્યારે જમાનો આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે પણ પોળની સંસ્કૃતિ ખૂબ અલગ છે, અહીં ઘણા જુનવાણી, પુરાનીક મકાનો આવેલા છે જેમના અનેક મકાનોને હેરિટેજ હોમ જાહેર કર્યા છે. જેમાં રહેતા પરિવારોની રહેણી કરણી પણ બિલકુલ અલગ જોવા મળે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Live news- શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર પણ આજે મહાશિવરાત્રીના દિવસે સવારે 4 વાગ્યાથી ખુલ્યું, મંદિર 42 કલાક ખુલ્લું રહેશે.