Webdunia - Bharat's app for daily news and videos

Install App

કિર્તીદાન ગઢવી અને પ્રિયા સરૈયાનું Love Song થયું રિલીઝ, પ્રિયા સરૈયા ગણાવ્યું સપના જેવું

Webdunia
ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (15:51 IST)
ગુજરાતી પ્રેમ ગીત “સાઈબો રે”નો એવો જાદુ છવાયો કે જ્યારે ગાયિકા અને સંગીતકાર પ્રિયા સરૈયાએ કિર્તીદાન ગઢવી સાથે ટિપ્સ ગુજરાતીના લેબલ હેઠળ આ ગીત શરૂ કર્યું ત્યારે જાણે ગુજરાતી સંગીતનું અનેરું દ્રશ્ય રચાયું. કીર્તિદાન ગઢવી અને પ્રિયા સરૈયાનું  "સાઇબો રે" નિરંતર શાશ્વત ભાવનાની અપીલ કરે છે. જ્યારે તેની સાથે એક મજબૂત ગમગીની જોડાયેલી છે. આ ગીત સુખદાયક  અને શાંતિપૂર્ણ છે.
 
ટિપ્સ ગુજરાતી તરફથી કુમાર તુરાનીએ જણાવ્યું હતું કે, "એવાં કેટલાક ગીતો હોય છે જે બદલાતી પેઢી, ભાષા કે રજૂ થયાના સમયને ધ્યાનમાં લીધા વગર કાયમ માટે હોય છે. જ્યારે તમે આવા ગીતો સાંભળો છો, ત્યારે તે ફક્ત કોઈના જીવનની ગમગીન યાદોને પાછું લાવતું નથી, પણ તમને ફરીથી જીવંત બનાવે છે. “સાઈબો રે” ચોક્કસપણે આવી જ એક મેલોડી છે. એક સુંદર નવા અવાજ અને અભિગમ સાથેની આ મેલોડી ખાસ કરીને આજના પ્રેક્ષકો આવકારશે."
પ્રિયા સરૈયા આને એક સપના જેવું ગણી કહે છે કે "હું થોડા સમયથી કીર્તિભાઈની સાથે" સાઇબો રે "પર કામ કરું છું અને મારે હંમેશાં તેમની સાથે ગીત ગાવાનું સ્વપ્ન હતું, અમને બંનેને સાથે લાવવાનું આ એક પરફેક્ટ ગીત હતું. આશ્ચર્યની વાત તો એ છે કે આ ગીત બહુ બધા લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે અને કીર્તિભાઇ તે પહેલાથી જ તેના લાઇવ શોમાં ગાઇ રહ્યા છે, મને યાદ છે જ્યારે મેં કીર્તિભાઇને ગીત રજૂ કર્યું ત્યારે તેણે તરત જ તેને મંજૂરી આપી અને મારી સાથે ગીત માટે સંમત થયા. કિર્તીભાઇ હંમેશાં કંઇક સમકાલીન ગાવાનું ઇચ્છતા હતા જે તેમણે આ પહેલા કર્યું નથી. હું આશા રાખું છું કે દરેકને આ ગીત એટલું ગમે જેટલું અમને ગમે છે."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

UP News : મથુરા રિફાઈનરીમાં લાગી ભીષણ આગ, 10 કર્મચારીઓ દઝાયા - જુઓ વીડિયો

મણિપુરમાં 10 આતંકવાદીઓના મોત બાદ છ લોકો ગુમ, પોલીસે આશંકા વ્યક્ત કરી છે

ચીનમાં 62 વર્ષના વૃદ્ધે લોકોના એક ટોળા પર ચઢાવી દીધી કાર, 35 નાં મોત 43 ઘાયલ

Gold Price Today- સોનું અને ચાંદી સસ્તા થયા

પત્નીના તેના ભાઈ સાથે શારીરિક સંબંધ છે, હું આ સહન કરી શકતો નથી, હું મારો જીવ આપી રહ્યો છું', અમદાવાદના યુવકે સુસાઈડ નોટ લખી ઝેર ખાઈ લીધું

આગળનો લેખ
Show comments