Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ચંદ્રમોહનને તેની ડિગ્રી નહિ અપાતા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસમાં આગ લગાડી !

ચંદ્રમોહનને તેની ડિગ્રી નહિ અપાતા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસમાં આગ લગાડી !
, શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (13:13 IST)
વડોદરામાં  એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસને સાંજે ભૂતપૂર્વ વિદ્યાર્થી ચંદ્રમોહને પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતા સમગ્ર ઓફિસ ભડકે બળી હતી અને ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ચંદ્રમોહનની અટકાયત કરી છે. વર્ષ 2007માં વડોદરા સ્થિત એમ.એસ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ચંદ્રમોહને હિન્દુ દેવી –દેવતાઓના બીભત્સ ચિત્રો દોર્યા હતાં. જેના પર મોટો વિવાદ સર્જાયો હતો. ત્યારથી ચંદ્રમોહનને તેની ડિગ્રી આપવામાં આવી ન હતી. તેથી ચંદ્રમોહન ડિગ્રી મેળવવા યુનિવર્સિટીના ધક્કા ખાતો હતો. જે ક્રમમાં આજે પણ સાંજે 5 વાગ્યા આસપાસ ચંદ્રમોહન યુનિવર્સિટીની હેડ ઓફિસ બાઇક લઇને આવ્યો હતો. તેના હાથમાં પાણી પીવાની એક બોટલ હતી જેમાં પેટ્રોલ ભરેલુ હતું અને તે તેણે યુનિવર્સિટીના વેઇટિંગ લોન્જ, પ્રો. વીસીની ચેમ્બર અને વી.સી. ચેમ્બર બહાર છાંટી આગ ચાંપી દીધી હતી. જેથી સમગ્ર ઓફિસ ભડકે બળી હતી. છેલ્લા 11 વર્ષથી વિવાદિત પૂર્વ વિદ્યાર્થી ચંદ્રમોહને લગાવેલી આગને કારણે ઓફિસમાં હાજર સ્ટાફ આગમાં અટવાઇ ગયો હતો અને તેને ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. ઘટનાને પગલે પોલિસ પણ દોડી આવી હતી અને યુનિવર્સિટીની હેડ ઓફિસમાં આગ લગાવનાર ચંદ્રમોહનની અટકાત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રિવરફ્રન્ટ પર 2 કરોડના ખર્ચે અમદાવાદના મેયર માટે બનશે આલીશાન બંગલો