Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદનાં અશાંત વિસ્તારોની સંખ્યામાં થયો વધારો, જાહેરનામું બહાર પડ્યું

Webdunia
મંગળવાર, 3 જુલાઈ 2018 (15:37 IST)
અમદાવાદ, અમદાવાદ શહેરમાં અગાઉ ૨૫ પોલીસ સ્ટેશન હેઠળનાં કેટલાય વિસ્તારોને અશાંત ધારામાં લેવાયા છે. નવા ૭૪ વિસ્તારો જે પોલીસ સ્ટેશનની હદમાં આવે છે તેમાં અસલાલી, વાસણા, વેજલપુર, સરખેજ અને પાલડી પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આમ હવે કુલ ૩૦ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૭૦૦થી વધુ સ્થળોને અશાંત વિસ્તાર ધારાના કાયદામાં આવરી લેવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાલડીના વર્ષા ફલેટનાં વિવાદને પગલે ભાજપના જ કેટલાક ધારાસભ્યો અને સંઘના આગેવાનોએ મુખ્યમંત્રી સમક્ષ મળીને ઉગ્ર રજૂઆતો કરી હતી. જેને પગલે અમદાવાદના હયાત ઉપરાંત નવા ૭૩ જેટલા વિસ્તારોનો ઉમેરો કરીને તેને અશાંત ધારામાં મુકી દેવાયા છે. હવે આ નીચે આપેલ તમામ વિસ્તારોમાં પ્રોપર્ટીની લે-વેચ પર અંકુશ આવી જશે. જિલ્લા કલેકટરની મંજૂરી મળ્યા બાદ જ મકાન કે અન્ય પ્રોપર્ટીનું વેચાણ થઇ શકશે. 

અસલાલી
(૧) ગ્યાસપુર વિલેજ (ભઠ્ઠા વિસ્તાર) (૨) તમામ વિસ્તારો સાથે આખુ બાકરોલ ગામ (૩) તમામ વિસ્તારો સાથે સમગ્ર આસ્થાપુરા 

વાસણા
(૧) ગુપ્તાનગર (૨) પ્રવિણનગર (૩) ભરવાડનગર (૪) દેવાંશ ફલેટ (૫) ગુપ્તાનગરનો ખાડો (૬) સ્વામિનારાયણ પાર્ક (૭)  વિશાલા હોટેલ પાછળનો વિસ્તાર 

વેજલપુર
(૧) શાસ્ત્રી બ્રિજથી એપીએમસી માર્કેટ  ત્રણ રસ્તાથી ગુપ્તાનગર મેઇન રોડ - બંને સાઇડ (૨) વૈશાલી ટાઉનશીપ (૩) રત્નદીપ સોસાયટી (૪) સ્વાતંત્ર્ય ફલેટ (૫) બાલેશ્વર સોસાયટી (૬) આજમ સોસાયટી (૭) પ્રકાશ સોસાયટી (૮) એપીએમસી ત્રણ રસ્તાથી જીવરાજ ચાર રસ્તા મેઇન રોડ (૯) બલદેવનગર સોસાયટી (૧૦) ટીવી-૯ સહવાસ ફલેટસથી પથ કોમ્પલેક્ષ રોડ (૧૧) વેણુગોપાલ સોસાયટી (૧૨) કૈલાશ ટેનામેન્ટસ (૧૩) નિલધારા સોસાયટી (૧૪) મનમંદીર ફલેટસ (૧૫) ગોકુલધામ ફલેટ (૧૬) વૃંદાવન ફલેટ (૧૭) ઝલક ફલેટ (૧૮) સહેવાસ ફલેટસ (૧૯) સ્વામિનારાયણ પાર્ક (૨૦) ન્યુ આસિયાના સોસાયટી (૨૧) જીવરાજ ચાર રસ્તાથી વેજલપુર બસ સ્ટેન્ડ (૨૨) વેજલપુર ગામનો તમામ ડાબી સાઇડનો વિસ્તાર (૨૩) વેજલપુર ચોકીની ડાબી સાઇડનો તમામ વિસ્તાર (૨૪) શ્રીનંદનગર (૨૫) ક્રિષ્ણાનગર (૨૬) ઓમશાંતનગર (૨૭) શાંતિનગર (૨૮) યશ કોમ્પલેક્સ (૨૯) મક્કાનગર (૩૦) હાજીબાવા કુલી ચાર રસ્તા મેઇન રોડ (૩૧) મકરબા ગામની ડાબી બાજુનો તમામ વિસ્તાર (૩૨) એપીએમસી માર્કેટથી ખુર્શિદપાર્ક સોસાયટી (૩૩) સોનલ ચોકીનો આખો વિસ્તાર (૩૪) નેશનલ હાઇવે ૮ થી સરખેજ મેઇન રોડ તરફ (૩૫) રોનક પાર્ક સોસાયટી (૩૬) સારણી સોસાયટી (૩૭) વિશાલા સર્કલ (૩૮) ઉઝાલા એવન્યુ (૩૯) શેખ એન્ડ કંપની અને શાસ્ત્રી બ્રિજની  એપીએમસી તરફ જવાની ડાબી બાજુનો તમામ વિસ્તાર (૪૦) જુહાપુરા ચોકીનો સમગ્ર વિસ્તાર. 

સરખેજ
(૧) આખુ સરખેજ ગામ (૨) નરીમાનપુરાનો આખો વિસ્તાર (૩) બદ્રાબાદ ગામનો આખો વિસ્તાર (૪) ઓકફનો તમામ વિસ્તાર (૫) મકરબા ગામનો આખો વિસ્તાર (૬) ફતેહવાડીનો આખો વિસ્તાર (૭) વણઝાર ગામનો આખો વિસ્તાર (૮) બાકરોલ અને બદ્રાપુર ગામનાં તમામ વિસ્તાર 

પાલડી 
(૧) ભગવાનનગરના ટેકરાનો વિસ્તાર (૨) પાલડી ચાર રસ્તાથી મહાલક્ષ્મી પાંચ રસ્તા (૩) ફઝ મહમદ સોસાયટી (૪) મહમદી મસ્જીદ (૫) આકાર એપાર્ટમેન્ટ (૬) સેન્ચુરી આર્કેડ (૭) ટાગોર હોલ (૮) રાજપથ ફલેટ (૯) રંગવિહાર સોસાયટી (૧૦) શાલીમાર કોમ્પલેક્ષ (૧૧) જૈન સોસાયટી (૧૨) ચંદનબાલા કોમ્પલેક્ષ (૧૩) નારાયણનગર ચાર રસ્તા (૧૪) કાશ્મીરા ફલેટ (૧૫) એનઆઇડી હોસ્ટેલથી પીટીસી કોલેજ ચાર રસ્તા (૧૬) જેઠાભાઈ પાર્ક

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ