baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાંધીનગરમાં એકસાથે ત્રણ રેલીથી ચાંપતો પોલીસ બંદોબસ્ત

ગાંધીનગર
, સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (14:13 IST)
ગાંધીનગરમાં આજે એકસાથે ત્રણ રેલી યોજાઈ હતી જેના કારણે શહેરમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. આંગણવાડી અને આશા વર્કરોની સરકાર વિરોધી રેલીને પગલે જડબેસલાક નાકાબંધી કરવામાં આવી હતી. જેના કારણે ગાંધીનગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિધાનસભા અને આસપાસના વિસ્તારોમાં પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. જ્યારે ગિફ્ટ સર્કલ પાસેથી આશા વર્કરની બહેનોને ડિટેન કરવામાં આવી. જ્યારે આઉટ સોર્સિંગના કર્મચારીઓની રેલી પહેલાં જ પોલીસે અટકાયત કરી લીધી. વિરોધ પ્રદર્શન કરનારમાંથી પોલીસે 200થી વધારે લોકોની અટકાયત કરી હતી. 
ગાંધીનગર

સમાન કામ સમાન વતનના મુદ્દે આજે સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. જોકે રેલી અને સભાની મંજૂરી નહીં મળતાં એકઠા થયેલા કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી. 400 જેટલા આઉટ સોર્સિંગના કર્મચારીઓ આજે સમાન કામ સમાન વેતન ના મુદ્દે રેલી કાઢીને મુખ્યમંત્રી ને મળવાના હતા. જ્યારે આંગણવાડી અને આશાવર્કરની બહેનોની પણ પોલીસે અટકાયત કરી લીધી છે. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા પોલીસે PHC આશા હેલ્થ વર્કરની 11 બહેનોની અટકાયત કરી. તમામ બહેનો માથા પર કાળી પટ્ટી બાંધીને બગોદરાથી ગાંધીનગર જવા નીકળ્યા હતા.

બગોદરાથી પોલીસે પેસેન્જર વાહનમાં જઈ રહેલ મહિલાઓની અટકાયત કરી હતી. હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શનનો દોર ચાલી રહ્યો છે. જ્યારે ગાંધીનગરમાં આજે એકસાથે ત્રણ રેલી યોજાઈ હતી. જેમાં માલધારી, આંગણવાડીની મહિલાઓ અને ભાવનગર ખાતેના આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓ સહિત લોકો રેલીમાં જોડાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. રેશ્મા પટેલ ફિક્સ પગારદારોની રેલીમાં વિરોધ કરવા માટે પહોચ્યા હતાં. જોકે ગાંધીનગર પોલીસે રેશ્મા પટેલ સહિત 200થી વધુ મહિલાઓની અટકાયત કરી છે. વિરોધ પ્રદર્શનને લીધે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું ગયું છે. 
ભાવનગર ખાતેના આઇ.સી.ઙી.ઍસ વિભાગના કર્મચારીઓ તેમજ યુ.સી.ઙી. વિભાગના કર્મચારી પોતાને કાયમી કરવા અને પગાર વધારો કરવા માટેની માંગણીને લઈને આજે ગાંધીનગરમાં રેલી યોજવાના છે. ગુજરાતમાંથી ગાંધીનગર ખાતે એકઠા થયેલા અન્ય કર્મચારીઓ સાથે હડતાલમાં જોડાયા હતાં. આ તમામ ગાંધીનગરમાં રેલી યોજવાના છે. એટલું જ નહીં ગાંધીનગરની જેટલી પણ બસો જતી હતી કે આવતી હતી તેમાં સંપૂર્ણ પણે ચેકિંગ ચાલી રહ્યું હતું. આ બસોમાં પિંક કલરની સાડી પહેરેલી કોઈ મહિલા દેખાય તો તેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

"હેપ્પી બર્થ-ડે અમદાવાદ", અમદાવાદની 606 વર્ષ પહેલાં સ્થાપના થઈ હતી