આજે અમદાવાદનો 606મો સ્થાપના દિવસ છે. આજથી ઠીક 606 વર્ષ પહેલા અહેમદ શાહે અમદાવાદની સ્થાપના કરી હતી. ત્યારે અમદાવાદના સ્થાપના દિનને નિમીતે મેયર અને ઉચ્ચ હોદ્દેદારો નિરાધાર બાળકો સાથે ઉજવણી કરશે. આટલા વર્ષો બાદ પણ આજે અમદાવાદનો ઈતિહાસ તમને ધબકતો જોવા મળે છે. આધુનિકતા તરફ વળેલા અમદાવાદના કેટલાક અંશો અને કેટલાક વિસ્તારો એવા છે જ્યાં આજે પણ આપને પહેલાના ઈતિહાસની ઝાંખી જોવા મળે છે.
ઈ.સ 1411માં જયારે અહેમદ શાહ દ્વારા અમદાવાદની સ્થાપના થઇ તે પહેલા અમદાવાદ કર્ણાવતીના નામે ઓળખાતું હતું. કર્ણરાજાએ પતન પછીનું પાટનગર કર્ણાવતી બનાવ્યું અને જે બાદ આ જ કર્ણાવતીને અહેમદ શાહે અમદાવાદમાં બનાવ્યું. હાર બાદ કર્ણરાજાએ સરળતાથી વેપાર થઈ શકે તે હેતુંથી કર્ણાવતીને પાટનગર બનાવ્યું હતું. પ્રાચીન મંદિરો ઈમારતો અનેક સ્થાપત્યો જે અમદાવાદના ઈતિહાસ સાથે હજુ પણ જોડાયેલા છે. અમદાવાદની સ્થાપના થઈ તે સમયે એક અલગ અમદાવાદ જોવા મળી રહ્યું હતું. જ્યારે હાલમાં આધુનિક બનેલા અમદાવાદમાં આજે પણ કેટલાક ગામો અને વિસ્તારો એવા છે જ્યાં તમને પહેલાનું અમદાવાદ જોવા મળી શકે છે. પહેલાની કેટલીક પ્રતિકૃતિ આજે પણ મ્યુઝિયમમાં મુકેલી જોવા મળી રહી છે.