Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગિફ્ટ સીટીમાં બનશે ગુજરાતની સૌથી ઉંચી નિવાસી બિલ્ડીંગ, આ લકઝરી પ્રોજેકટસમાં હશે આવી સુવિધાઓ

Webdunia
મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (22:26 IST)
ભારતના અત્યંત વિશ્વસનિય અને પ્રશંસાપાત્ર રિયલ એસ્ટેટ બ્રાન્ડમાં જેનો સમાવેશ થાય છે તે શોભા લિમિટેડે  ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સીટી (ગિફટ સીટી) માં  નિવાસ માટેની અદ્દભૂત સુવિધા પૂરી પાડતા સક્રિય જીવનશૈલી માટે ઉત્તમ વાતાવરણ ઓફર કરતા  તેના બીજા પ્રોજેકટ  'સોભા એવલોન' નો  પ્રારંભ કર્યો છે. 31 માળનો આ વૈભવશાળી રેસિડેન્શ્યલ પ્રોજેકટ 5400 મીટર વિસ્તારને આવરી લે છે અને  વિશ્વસ્તરની સુવિધાઓ સાથે આદર્શ વાતાવરણ રજૂ કરે છે.
 
ગુજરાતની સૌથી ઉંચી નિવાસી બિલ્ડીંગ સોભા ડ્રીમ હાઈટસ રજૂ કર્યા પછી તુરત જ હાઉસ ઓફ સોભા તરફથી ગિફટ સીટીમાં  બીજા લકઝરી પ્રોજેકટ શોભા એવલોન ની રજૂઆત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કંપનીનો પોર્ટફોલિયો મજબૂત કરવા માટે આ પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યો છે. સોભા એવલોન ની ડિઝાઈન એ રીતે કરવામાં આવી છે કે જેથી તે સક્રિય જીવનને સાનુકૂળ બની રહે. આ હેતુથી  એમાં 7070 ચો.ફૂટ વિસ્તારમાં પથરાયેલુ, ઈનડોર અને આઉટડોર જીમની સુવિધા ધરાવતા  વૈભવશાળી કલબહાઉસની સગવડ પૂરી પાડવામાં આવી છે. 
 
આ ઉપરાંત ટેરેસ લોન્જ, રિફલેક્સોલોજી વૉક માટે ટ્રેક, કો-વર્કીંગ સ્પેસ, સ્વિમીંગ પૂલ, મેડીટેશન ડેક  અને પ્રસંગોની ઉજવણી માટે લોન સહિતની સગવડો પૂરી પાડવામાં આવી છે. કોવિડ પછીના સમયમાં વર્ક ફ્રોમ હોમ (WFH) માટે  વિસ્તૃત  જગા પૂરી પાડવાની સાથે સાથે બાલકનીઝ  નિવાસ કરનાર પરિવારને કુદરત સાથે જોડવાની સુવિધા પૂરી પાડશે. આ ઉપરાંત પ્રોજેકટને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે પૂરતા પ્રમાણમાં કુદરતી પ્રકાશ મળી રહે.
 
સોભા લિમિટેડના ચેરમેન રવિ મેનન જણાવે છે કે "જેને તાજેતરમાં ઈન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) તરફથી ગ્રીન માસ્ટર પ્લાનિંગ, ડીઝાઈન અને ફેઝ-1ના વિકાસ માટે 'પ્લેટિનમ' સર્ટિફિકેશન આપ્યું છે તે  ગિફટ સીટીનો હિસ્સો હોવાનો  અમને આનંદ છે.  વર્ષ 2024 સુધીમાં અમદાવાદ મેટ્રો રેલ નેટવર્ક અને વધતા જતા વિદેશી રોકાણોના કારણે ગિફ્ટ સિટી કોમર્શિયલ અને નિવાસ માટેનું ઈચ્છનિય હબ બન્યું છે. સોભા એવલોન નિવાસીઓને વૈભવશાળી આવાસ પૂરો પાડવાની સાથે સાથે 'વૉક ટુ વર્ક' ના સંપૂર્ણ સંયોજન વડે ગિફ્ટ સિટીનું જે હેતુથી નિર્માણ કરાયું છે તે અભિગમને સાકાર કરે છે. મહામારીએ લોકોને સક્રિય જીવનશૈલી તરફ દોર્યા છે અને સોભા એવલોન  આ જરૂરિયાત હલ કરવા માટે સંપૂર્ણ સુસજ્જ છે."
ફેરફારો માટે સાનુકૂળતા દાખવીને પોતે આપેલા વચન અનુસાર સોભા વિશ્વ પ્રવાસીઓને અદ્યતન નિવાસની સુવિધા પૂરી પાડવાનું વચનપાલન કરી રહી છે. અજોડ વૈભવનું વચન સાકાર કરવાની સાથે સાથે સોભા એવલોન  ભવ્ય દેખાવ અને શ્રેષ્ઠ આરામદાયકતા પૂરી પાડે છે. તેમાં 268 યુનિટનો સમાવેશ કરાયો છે, જેમાં 735 ચો.ફૂટથી માંડીને 2,277 ચો.ફૂટના આવાસોનો સમાવેશ થાય છે. એના 8 યુનિટ પ્રાઈવેટ ટેરેસ ધરાવે છે, જે પ્રોજેક્ટની ખાસ વિશેષતા છે. સોભા ઉત્તમ ગુણવત્તા અને ટકાઉપણાંનું વચન પણ પાળે છે.
 
ગિફ્ટ સિટી, ગુજરાત એ ભારતના નવા ફાયનાન્સિયલ અને ટેકનોલોજી ગેટવેના વચનને સાકાર કરીને સંકલિત વિકાસ પૂરો પાડે છે. સાબરમતી નદીના કિનારે અને અમદાવાદથી 30 કી.મી. દૂર આવેલું આ વર્ટિકલ સિટી વિકાસ માટે ઈષ્ટતમ સ્થળ બની રહે છે. સ્માર્ટ, પર્યાવરણલક્ષી અને ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરૂ પાડતુ ગિફ્ટ સિટી બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ પૂરૂ પાડવાની સાથે સાથે કામ કરવાના અને નિવાસના આંતરરાષ્ટ્રિય ધોરણો ધરાવે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જૂનાગઢમા ગિરનાર લીલી પરિક્રમામાં મચ્યો હડકંપ, 48 કલાકમાં 9 શ્રદ્ધાળુઓના હાર્ટ અટેકથી મોત

ED: રોકડના બદલે વોટ અને બેંક ખાતાઓનો દુરુપયોગ મામલામાં ઈડીની કાર્યવાહી, ગુજરાત-મહારાષ્ટ્રના અનેક ઠેકાણાઓ પર છાપા

અમદાવાદ સહિત અનેક શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે

એમ્બ્યુલન્સ સગર્ભા મહિલાને લઈ જઈ રહી હતી, અચાનક આગ લાગી અને કાર ઉડી ગઈ

Coldplay concert- કોલ્ડ પ્લેનો સૌથી મોટો શો અમદાવાદમાં

આગળનો લેખ
Show comments