Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની આરટીઓ કચેરીઓએ 18 વર્ષથી ઓછી વયના 3.69 લાખ લોકોને લાઈસન્સ આપ્યાં

Webdunia
શનિવાર, 26 સપ્ટેમ્બર 2020 (15:54 IST)
રાજ્યની આરટીઓ કચેરી દ્વારા નિયમ વિરૂદ્ધ 18 વર્ષથી ઓછી ઉંમરના 3.69 લાખ લોકોને મોટરસાયકલ વિધાઉટ ગીયરના ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરી દેવાયાની ગંભીર ટીકા કેગના રીપોર્ટમાં કરાઈ છે. રીપોર્ટમાં જણાવ્યું છે કે મોટરવાહન અધિનિયમની જોગવાઇઓ અનુસાર 16થી 18 વર્ષની ઉંમરની વ્યક્તિને મોટરસાયકલ વિથ એન્જિન કેપેસિટી નોટ એક્સીડિંગ 50 સીસી એવી છાપ સાથેના ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકાય છે પરંતુ આરટીઓ કચેરીઓએ મોટરસાયકલ વિધાઉટ ગીયર શબ્દ સાથે 3,69,260 લાયસન્સ આપ્યાં હતા. રીપોર્ટમાં એવું પણ જણાયું છે કે લઘુતમ લાયકાત ધોરણ-8 પાસ નહીં ધરાવતા લોકોને 95 લાયસન્સ ઇસ્યુ કરાયા હતા. જ્યારે 50.47 કરોડની કિંમતની 1.07 લાખ રોકડની પહોંચો કચેરી સમય વિનાના સમયમાં ફાટી છે.

કેગે નોંધ્યું કે સારથી 4.0 સોફ્ટવેર લાયસન્સ માટે આપોઆપ ડ્રાઇવિંગ લાયસન્સ અને સ્માર્ટ કાર્ડના 1350 રૂપિયાની ગણતરી કરે છે. જો અરજદાર લર્નિંગ લાયસન્સની ટેસ્ટ પાસ કરી ન શકે ત્યારે નવેસરથી અરજી કરે ત્યારે આ ફરી બંને ફી ભરવી પડે છે. આમ દરેક અરજી વખતે 400 રૂપિયાની વધારાની રકમ વસૂલવી જોગવાઇને અનુરૂપ નથી. કેગે ઇ-ચલણના મોડ્યુલ સામે શંકા વ્યક્ત કરીને છે કે ચલણમાં વાહન નંબર- ચેસીસ નંબરનંખાયા નથી આથી 53.37 લાખનો દંડ વસૂલ થઇ શકે તેમ નથી. કારચાલકને હેલ્મેટ ન પહોરવાના મેમો અપાય છે. વાહનોની નોંધણીની બાબતમાં પણ વ્યાપક ગેરરીતિ જોવા મળી હતી. 52,474 વાહનો બે કે તેથી વધુ આરટીઓ કચેરીમાં નોંધાયેલા હતા. કચેરીઓએ વાહનોના સ્થળાંતર માટે એનઓસી આપ્યા હતા પરંતુ નોંધ નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ

Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ

અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

આગળનો લેખ
Show comments