મુન્દ્રા પોર્ટ પરથી દેશના સૌથી મોટા ડ્રગ્સના કાવતરાનો પર્દાફાશ થયો છે. પોર્ટમાં કન્ટેનરમાં ઝડપાયેલા ડ્રગ્સની કિંમત નવ હજાર કરોડને પાર પહોંચી છે. DRI તેમજ NCB દ્વારા પાંચ દિવસથી ચાલતી તપાસ પૂર્ણ કરાઇ છે. બે કન્ટેનરમાંથી 3 હજાર કિલોગ્રામ હેરોઇન ઝડપાયું છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત 9 હજાર કરોડથી વધુની થાય છે. આંધ્રપ્રદેશના વિજયવાડા આશી ટ્રેડિંગ કંપનીએ કન્ટેનર મંગાવ્યા હોવાનું સામે આવ્યું છે. ઈરાનના અબ્બાસ પોર્ટથી સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોનના નામે કન્ટેનર લોડ કરાયા હતાં.
અફઘાનિસ્તાન અને ઇરાનથી કચ્છ આવેલા કન્ટેરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પાવડરના નામે કરોડોનું ડ્રગ્સ ગુજરાતના રસ્તે દેશમાં ઘુસાડવાનો પ્લાન હતો. જે-તે સમયે મળતી માહિતી મુજબ 2500 કરોડથી વધુનો જથ્થો એક કન્ટેનરમાંથી ઝડપાયો હોવાનું જાણવા મળ્યું હતું.