Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદ સહિત રાજ્યના 8 જિલ્લામાં હજુ 40થી 47% વરસાદની ઘટ, ત્રણથી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા થઈ શકે

અમદાવાદ સહિત રાજ્યના 8 જિલ્લામાં હજુ 40થી 47% વરસાદની ઘટ, ત્રણથી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા થઈ શકે
, સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (07:58 IST)
સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલાં ચોમાસાને કારણે રાજ્યમાં 81 ટકા વરસાદ પડ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પણ સપ્ટેમ્બર મહિના પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ 19 ટકા રહી છે. જયારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે. તેમજ હાલમાં પુર્વીય રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશ વિસ્તારમાં લૉ-પ્રેશર સક્રિય થવાની સાથે મોન્સુન ટ્રફની અસરોથી આગામી 3 દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી હ‌ળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.અમદાવાદમાં 1 જૂનથી અત્યાર સુધીમાં કુલ 655.7 મીમી વરસાદની સામે 375.4 મીમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 43 ટકા ઓછો વરસાદ પડ્યો છે. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન શહેરમાં વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બીજી તરફ 1 જૂનથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં 658.1 મી.મી.ની સામે 534.6 મી.મી. વરસાદ પડતાં રાજ્યમાં અત્યાર સુધીમાં 81 ટકા વરસાદ થયો છે જ્યારે 19 ટકા વરસાદની ઘટ છે. આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ઘટ ઓછી થવાની શક્યતા છે. રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે, જેમાં સૌથી વધુ 47 ટકા ઘટ દાહોદમાં છે. જયારે 8 જિલ્લામાં 5થી 45 ટકા વધુ વરસાદ પડ્યો છે, સૌથી વધુ 45 ટકા વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે. અમદાવાદમાં રવિવારે વહેલી સવારથી વાદળિયા વાતાવરણ સાથે વરસાદી માહોલ છવાયો હતો તેમ જ રોજની જેમ વરસાદ હાથતાળી આપશે તેમ લોકો માની રહ્યા હતા, પરંતુ બપોરના 12.00 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડયાં હતા, જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.8 ડિગ્રી ગગડીને 30.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.0 ડિગ્રી નોંધાયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અસાદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદ આવશે, 103 હત્યાના આરોપી અતિક અહેમદને સાબરમતી જેલમાં મળશે