Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rain in Ahmedabad - સતત પડી રહેલ વરસાદથી બેહાલ અમદાવાદ....

સતત વરસાદ
, ગુરુવાર, 27 જુલાઈ 2017 (10:52 IST)
અમદાવાદમાં છેલ્લા છ દિવસથી થઈ રહેલ સતત વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા જ  ખાડા જોવા મળી રહ્યા છે.  અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે. ઉપરથી લાઈટ ન હોવાથી પણ  લોકોને મુશ્કેલી પડી રહી છે. શહેરમાં આ ચોમાસા દરમિયાન બુધવર સુધી લગભગ 26 ઈંચ વરસાદ થઈ ચુક્યો છે. 

સતત વરસાદ
સતત થઈ રહેલ મુશળધાર અને રિમઝિમ વરસાદને કારણે હેરીટેઝ સિટીના પૂર્વ વિસ્તાર વધુ પ્રભાવિત છે.  નીચલા વિસ્તારોમાં પાણી જમા થઈ રહ્યુ છે. જેનાથી આગામી દિવસોમાં વિવિધ રોગનો પ્રકોપ થવાની આશંકા બતાવાય રહી છે.  સતત વરસતા વરસાદને કારણે રસ્તાઓ, સોસાયટીમાં પાણી ફરી વળ્યાં છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. શાળા-કોલેજોને પણ બંધ કરવામાં આવ્યા છે. અમદાવદના મેયરે પણ લોકને બિનજરૂરી બહાર ન જવાની સલાહ આપી છે.
સતત વરસાદ
અમદાવાદમાં છેલ્લા પાંચ કલાકમાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના તમામ વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે, ચાંદખેડા, સાબરમતી, રાણીપ, આંબાવાડી, પ્રહલાદનગર, સેટેલાઇટ, અસજી હાઇવે સહિતના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધારે પુર્વ અને દક્ષિણ ઝોનમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ઉત્તર અને મધ્ય ઝોનમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરરસાદના કારણે શહેરના મીઠખળી, અખબારનગર અંડરપાસ બંધ કરાયા છે.
સતત વરસાદ
અમદાવાદમાં ગત વર્ષે વરસાદની સંપૂર્ણ સીઝન દરમિયાન કુલ 23 ઈંચ વરસાદ પડયો હતો. જેની તુલનામાં વર્ષે બે તબક્કામાં કુલ 26 ઈંચ વરસાદ પડી ગયો છે.  9- હજુ દોઢ થી બે મહિના વરસાદની સિઝન બાકી છે.

બનાસકાંઠામાં પુરમાં ફસાયેલા એક જ પરિવારના 17 સભ્યોનું મોત


સામાન્ય રીતે, અમદાવાદમાં 40 થી 45 ઈંચ વરસાદની એવરેજ રહેતી હોય છે. હજુ પણ બીજા તબક્કામાં વરસાદની હેલી ચાલુ છે. બુ‌ધવારે વધુ બે ઈંચ વરસાદ પડયો હતો.
સતત વરસાદ
ઝોનમાં સૌથી વધુ દક્ષિણ ઝોનમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને પગલે 57 સ્થળો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. 11 વૃક્ષો પડ્યા અને મકાનો ધરાશયી થયા હતા.  ઉપરવાસમાં વરસાદ સામાન્ય થતા ધરોઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણીની આવક ઘટતા સાબરમતી નદીમાં હવે પૂરનુ સંકટ ટળી ગયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Live - છઠ્ઠી વાર બિહારના CM બન્યા નીતિશ કુમાર, સુશીલ મોદીએ લીધી Dy CMની શપથ