Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Live - છઠ્ઠી વાર બિહારના CM બન્યા નીતિશ કુમાર, સુશીલ મોદીએ લીધી Dy CMની શપથ

નીતિશ કુમાર
, ગુરુવાર, 27 જુલાઈ 2017 (10:25 IST)
- બિહારમાં ચાર વર્ષ પછી ફરી જદયૂ -ભાજપાની સરકાર 
- શપથ દરમિયાન લાગ્યા જય શ્રી રામ, ભારત માતા કી જયના નારા 
- રાજ્યપાલના બંને નેતાઓને શપથ અપાવી 
- સુશીલ કુમાર મોદીએ ઉપમુખ્યમંત્રી પદની શપથ લીધી 
- છઠ્ઠી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમાર 
- નીતીશ કુમારે મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધી 
- નીતીશ પછી સુશીલ કુમાર મોદીએ ઉપમુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધી 
 
 મહાગઠબંધન સરકારમાંથી રાજીનમૌ આપ્યા પછી ગુરૂવારે નીતીશ કુમાર રાજ્યમં છઠ્ઠીવાર સીએમ પદની શપથ લેશે. સત્તાવાર સૂત્રો મુજબ નીતીશ સરકારનો શપથ ગ્રહણ સમારંભ રાજભવનમાં 10 વાગ્યે શરૂ થયો. આ નવી સરકારમાં ભાજપા વિધાનમંડળ દળના નેતા સુશીલ કુમાર મોદી રાજ્યના નવા ઉપ મુખ્યમંત્રી રહેશે. આ ઉપરાંત ભાજપામાંથી ડઝનથી વધુ ધારાસભ્યો પણ સરકારમાં સામેલ થવાની તક મળશે. સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં સામેલ થવાની ચર્ચા છે. 
નીતિશ કુમાર
 
ઉલ્લેખનીય છે કે નીતિશે બુધવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપીને બિહારના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો. જદ(યૂ) ધારાસભ્ય દળની બેઠક પછી નીતિશે રાજભવન જઈને રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીને પોતાનુ ત્યાગ પત્ર સોંપ્યુ. જેને તેણે મોડી રાત્રે સ્વીકારી લીધુ હતુ.  બીજી બાજુ નીતીશ કુમારના રાજીનામાના 3 કલાકની અંદર જ ભાજપાએ તેમને નવી સરકાર બનાવવા માટે સમર્થન આપવાની જાહેરાત કરી દીધી અને રાજ્યપાલને તેની સાથે સંબંધિત પત્ર પણ સોંપી દીધુ. 

નીતિશ કુમાર

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરગ્રસ્તો માટે ૨ લાખ જેટલા ફૂડ પેકેટ મોકલાયા