Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોરોના બુલેટીન: આજે કોરોના કારણે એકપણ મોત નહી, આજે નોંધાયા 53 કેસ

Webdunia
શનિવાર, 10 જુલાઈ 2021 (20:30 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 53 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 258 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,12,976 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.64 ટકાએ પહોંચ્યો હતો. 
 
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 1151 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 8 લોકો વેન્ટિલેટર પર છે. 1143 લોકો સ્ટેબલ છે. 8,12,976 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી. 10,073 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે.
 
ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 3,02,282 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments