Webdunia - Bharat's app for daily news and videos

Install App

CM ભૂપેન્દ્ર પટેલનું મોટુ એલાન, રાજ્યમાં લાગૂ થશે UCC, બનશે કમિટી

Webdunia
મંગળવાર, 4 ફેબ્રુઆરી 2025 (15:08 IST)
UCC
Gujarat CM Bhupendra Patel Big Announcement on UCC:  ઉત્તરાખંડ પછી હવે ગુજરાતમાં પણ યૂનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુદ આ વાતનુ એલાન કર્યુ છે. આ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક 5 સભ્યની કમિટી બનાવવાની પણ જાહેરાત કરી છે.  5 સભ્યોની આ કમિટી કોર્ટની પૂર્વ જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કામ કરશે.  
 
સીએમ ભૂપેન્દ્ર પટેલનુ એલાન
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે એક પ્રેસ કૉંફ્રેંસને સંબોદિત કરતા મોટુ એલાન કર્યુ છે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં UCC લાગૂ કરવાની સમિતિની રચના કરી પહેલુ પગલુ ઉઠાવ્યુ છે. આવામાં ઉત્તરાખંડ પછી હવે ગુજરાતમાં પણ UCC ને લાગૂ કરવાનો સ્પષ્ટ સંકેત મળ્યો છે.  
 
5 સભ્યોની કમિટીની રચના 
સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કૉન્ફ્રેન્સમાં જણાવ્યુ કે 5 સભ્યોની કમિટીની રચનાનુ એલાન કરવામાં આવ્યુ છે. UCC માટે મસૌદા તૈયાર કરે રહેલી આ કમિટી 45 દિવસમાં પોતાની રિપોર્ટ સોંપશે. કમિટી યૂસીસીના સંબંધમાં લોકો પાસે સલાહ માંગશે.  આ સાથે જ બધા ધર્મોના ગુરૂઓ સાથે પણ ચર્ચા કરશે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે સમાન નાગરિક સંહિતા (UCC) ના મસૌદા તૈયાર કરવા અને કાયદા બનાવવા માટે રિટાયર જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની ટીમ બનાવી છે. સમિતિ 45 દિવસમાં રાજ્ય સરકારને પોતાની રિપોર્ટ સોપશે, જેના આધાર પર સરકાર નિર્ણય લેશે.  આ સાથે જ સીએમે જણાવ્યુ કે કૉમન સિવિલ કોડ (UCC) ના નિયમમાં આદિવાસીસમાજના રીતિ-રિવાજનુ સંરક્ષણ કરવામાં આવશે.  નિયમમાં આદિવાસી સમાજના રીતિ-રિવાજનુ સંરક્ષણ કરવામાં આવશે.  ગૃહ મંત્રી અમિત શાહે જે વચન આપ્યુ છે, તેને ધ્યાનમાં રાખવામાં આવશે. 
 
ઉત્તરાખંડ પછી, ગુજરાતમાં UCC 
ઉત્તરાખંડમાં 27 જાન્યુઆરીએ સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી હતી. યુસીસીના અમલીકરણ પછી, ઉત્તરાખંડ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રિમોટ દ્વારા સૂચના જારી કરીને યુસીસી લાગુ કર્યું હતું. હવે આનો અમલ ભાજપના બીજા રાજ્ય ગુજરાતમાં પણ કરવામાં આવશે.
 
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) શું છે?
યુસીસીનો અર્થ એ છે કે રાજ્યના તમામ નાગરિકોને લગ્ન, છૂટાછેડા, દત્તક, મિલકત વિભાજન અને અન્ય નાગરિક બાબતો માટે એક સમાન કાયદો લાગુ પડશે. તેનો ઉદ્દેશ્ય વિવિધ ધર્મો અને સમુદાયો માટે અલગ અલગ વ્યક્તિગત કાયદાઓને બદલે એક સમાન વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે. આ અંતર્ગત, લગ્નમાં રહેતા અને લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે પણ નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી

Child story - ચાર મિત્રો

International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments