Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Gujarat Cable Bridge Collapse - મચ્છુનું પાણી કાઢવા ચેક ડેમ ને તોડી નાખવામાં આવ્યો, CM ભૂપેન્દ્ર પટેલ મોરબી સિવિલ પહોંચ્યા

morbi
, સોમવાર, 31 ઑક્ટોબર 2022 (01:08 IST)
રેસ્ક્યુ ઓપરેશન ઝડપી બનાવવા ચેક ડેમ  તોડી નાખવામાં આવ્યો છે પણ એક એ પણ ડર છે કે આવુ કરવાથી પાણી સાથે કેટલાક શબ વહી જવાનો ભય છે
 
રવિવારે સાંજે છ વાગ્યા આસપાસ ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ તૂટી પડ્યો હતો, પુલ તૂટ્યો એ વખતે તેની પર સેંકડો લોકો હતા. પુલ તૂટતાં જ એ લોકો નદીમાં પડ્યા હતા અને તણાવા લાગ્યા હતા.
 
ગુજરાત સરકારના મંત્રી અને સાંસદો દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે આ ઘટના બાદ 60થી વધારે મૃતદેહો મળી આવ્યા છે અને હજી વધારે મૃતદેહો મળવાની આશંકા છે.

 
મોરબીમાં આ ઘટના ઘટી એ વખતે કેટલાક લોકો ત્યાં હાજર હતા અને ઘટના બાદ તરત જ તેઓ બચાવકામગીરીમાં લાગી ગયા હતા.
 
જીવતા લોકોને બચાવવાની સાથે કેટલાક લોકોએ મૃતદેહોને પણ બહાર કાઢ્યા હતા.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Morbi Cable Bridge Collapses Live - અત્યાર સુધી 91 લોકોના મોત : મૃતકોમાં 50 થી વધુ મહિલાઓ અને બાળકો, 70 થી વધુ ઘાયલ; SIT અકસ્માતની તપાસ કરશે