મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલ અકસ્માત અન્વયે જામનગર વહીવટી તંત્ર તરફથી બચાવ તથા રાહત કામગીરી માટે 32 જેટલી વિવિધ ટીમોનું ગઠન કરી તાત્કાલિક અસરથી મદદ માટે રવાના કરવામાં આવી છે.
આર્મીની 40 જવાનો સાથેની એક ટીમ, એરફોર્સના 27 જવાનો સાથેની એક ટીમ, વાલસૂરા નેવીના 50 જવાનો સાથેની પાંચ ટીમ, મેડીકલના 57 સભ્યો સાથેની 19 ટીમ, જામનગર મહાનગરપાલિકાના 15 કર્મીઓ સાથેની ત્રણ ટીમ તેમજ રિલાયન્સ, નયારા તથા આઈ.ઓ.સી.એલ. ની 3 ટીમ તાત્કાલિક અસરથી મોરબી જવા રવાના
- મોરબીમાં પુલ દુર્ધટના મામલે જવાબદારો સામે માનવવધની IPC કલમ ૩૦૪, ૩૦૮ અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરાયો: હર્ષ સંધવી
- સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા
- સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી ચાર જમાઈ અને સંતાનોના મોત
- એક પરિવારનાં 12 સભ્યોનાં થયા મૃત્યુ
- ગુનાની તપાસની અધ્યક્ષતા રેન્જ આઇજી દ્વારા કરવામાં આવશે
- ફિટનેસ સર્ટિફિકેટ વિના જ પુલ શરૂ કરી દેવાયો હતો: નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલા
- રાજકોટથી પોલીસ કોન્વેય સાથે 108 મોરબી જવા રવાના
- જામનગર અને જૂનાગઢથી વધુ એમ્બ્યુલન્સ મોરબી જવા રવાના
- મોરારી બાપુએ મૃતકના પરિવારજનોને 5-5 હજારની સહાય જાહેર કરી
- મૃતકોને મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ આપી
- મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે
- આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની - 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગર થી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે
- એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે
- એટલું જ નહીં રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ તબીબોની ટીમ મોરબી જવા રવાના
- મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે
આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગર થી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે
- એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે
- એટલું જ નહીં રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે
02:56 PM, 31st Oct
- મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી મોરબી જવા રવાના : ઘટના સ્થળ અને હોસ્પિટલ ખાતે મુલાકાત લેશે
- મોરબી ની ગોઝારી દુર્ઘટના ની ગમખ્વાર કરુણાતિકા.. ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના એક પરિવારના પાંચ બાળકો સહિત સાતના મૃત્યુ ..નાનકડા ગામના સાત વ્યક્તિઓ ને કાળ નું તેડું આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં અરેરાટી સાથે શોક
02:54 PM, 31st Oct
મોરબી: દુર્ઘટના મામલો
સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના
કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા, અન્ય એક પરિવારનાં 12 સભ્યોનાં થયા મૃત્યુ
- મોરબી:દુર્ઘટના મામલો નદીમાં પાણી ખાલી કરવા માટે ચેકડેમ તોડવાનું શરૂ, મોરારી બાપુએ મૃતકના પરિવારજનોને 5-5 હજારની સહાય જાહેર કરી
- પ્રધાનમંત્રીશ્રી આવતીકાલે ૧ તારીખે બપોર પછી મોરબીની મુલાકાત લેશે.
02:53 PM, 31st Oct
મોરબી
મોરબીમાં દુર્ઘટના મામલે નવો ઘટસ્ફોટ...
ઓરેવા કંપની દ્વારા આ પુલની એગ્રીમેંન્ટ વિરૂદ્ધ લેવાતી હતી ફી...
વર્ષ ૨૦૨૨-૨૩ સુધી ૧૫ રૂપિયા ફી વસૂલવા એગ્રીમેન્ટમાં બાહેંધરી આપવામાં આવી છે ..
જ્યારે આ કંપની દ્વારા ૧૭ રૂપિયા પ્રતિ વ્યક્તિ એક ટિકિટના વસૂલવામાં આવતા હતા ...
કાયદેસર કરેલા એગ્રીમેંન્ટનો પણ છડેચોક ઉલ્લાળીયો...
હાલ ઓરેવા કંપનીનાં માલિક જયસુખ પટેલનું મૌન ...
આખો પરિવાર ઘર છોડી ચાલ્યો ગયો...
ઘર પરના સિક્યુરિટી ગાર્ડ દ્વારા પણ તેને ક્યાં ગયા જાણ ન હોવાનું જણાવ્યું...
07:37 AM, 31st Oct
- મોરબી કેબલ બ્રિજ તૂટવાને કારણે મોટી દુર્ઘટના, 143થી વધુ લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી દુર્ઘટનાના સ્થળે રૂબરૂ પહોંચીને બચાવ અને રાહત કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી દુર્ઘટનાના સ્થળે રૂબરૂ પહોંચીને બચાવ અને રાહત કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું. pic.twitter.com/kydeuzwFyF