Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલામત સવારી એસટી અમારીઃ એસટી બસ પુલ પર લટકી પડી

Webdunia
સોમવાર, 24 જૂન 2019 (12:26 IST)
રાજ્યમાં સલામત સવારી એસટી અમારી નામનું સૂત્ર ખોટું સાબિત થઇ રહ્યું છે. અમરેલીના ખાંભામાં કાતર ગામના બ્રિજ પર એસટી  બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. આ ઘટનામાં 7 મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો પ્રમાણે  બગદાણાથી બગસરા રૂટની બસને અકસ્માત નડ્યો હતો. મુસાફરોએ આરોપ લગાવ્યો છે કે બસ ચાલક નશાની હાલતમાં હતો. જેના કારણે આ અકસ્માત થયો છે.  અમરેલીના ખાંભાના જીવાપર કાતર ગામને જોડાતા પુલ પરથી એસટી બસ લટકી પડી હતી. આ બસ બગદાણાથી બગસરા જઇ રહી હતી. ત્યારે કોઇ કારણસર એસટી બસ ચાલકે બસ પરથી પોતાનો કંટ્રોલ ગુમાવ્યો હતો, અને આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં મુસાફરોએ આરોપ લગાવ્યો છે કે, બસનો ચાલક દારૂ પીધેલી હાલત હતો. આ બસમાં કુલ 30 જેટલા મુસાફરો સવાર હતા, પરંતુ સદ્દનસીબે કોઇ મોટી જાનહાનિ થઇ નહોતી. માત્ર 7 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી. તેમણે ખાનગી વાહનમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ જીવાપર અને કાતર ગામેથી લોકો મદદે દોડ્યા હતા. આ પુલ નજીક આવેલ વળાંકમાં છેલ્લા 20 દિવસમાં આ ત્રીજો અકસ્માત નોંધાયો છે. આગઉ એક રેતી ભરેલું ટેક્ટર એક બેલા ભરેલું ટેક્ટર પણ પુલ પરથી નીચે ખાબકયુ હતું.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં ગણેશજીના પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા

5th wolf caught - ઘાતક હુમલા બાદ બહરાઇચમાં 5મો વરુ પકડાયો

પતિ-પત્નીની થપ્પડની ઘટના લગભગ 10 લાખ વખત જોવામાં આવી છે Video

પતિ પાછળ બેઠો હતો, મહિલાએ કમર હલાવીને રીલ બનાવવાનું શરૂ કર્યું, વીડિયો જોયા પછી લોકોએ કહ્યું- ડાન્સ નથી આવડતો પણ શરમ તો આવે છે.

કેદારનાથ યાત્રા રૂટ પર મોટી દુર્ઘટના, કાટમાળ નીચે દટાઈ જતાં ચાર શ્રદ્ધાળુઓના મોત, ત્રણને બચાવી લેવાયા, SDRF દ્વારા બચાવ ચાલુ

આગળનો લેખ
Show comments