Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat Budget 2025: ગુજરાતમાં ત્રણ લાખ સરકારી આવાસની જાહેરાત,

kanubhai desai
, ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025 (14:24 IST)
Gujarat Budget 2025: રાજ્યનું વર્ષ 2025-26નું બજેટ આજે રજૂ થવા જઈ રહ્યું છે, જ્યારે નાણામંત્રી કનુ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે.

નાણામંત્રી બજેટ રજૂ કરશે
આ બિલોની રજૂઆત આ સત્રના કાયદાકીય કાર્યસૂચિમાં આગળનું એક મોટું પગલું હશે. આ ઉપરાંત ગુજરાત સરકારનું સમગ્ર ધ્યાન રાજ્યના નાણાકીય આયોજન પર રહેશે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સત્રના બીજા દિવસે 20 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરશે. આ બજેટમાં આવતા વર્ષ માટે નાણાકીય ફાળવણી અને પ્રાથમિકતાઓની રૂપરેખા આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ બજેટમાં 10 નવી જાહેરાતો કરવામાં આવી શકે છે.

ગુજરાતનું કુલ બજેટ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે ગુજરાતના બજેટના કુલ ખર્ચમાં અનુત્પાદક ખર્ચ રૂ. 1.51 લાખ કરોડ છે. બીજી તરફ, ઉત્પાદક ખર્ચ રૂ. 1.33 લાખ કરોડ છે. આમ, ગુજરાતના કુલ બજેટ ખર્ચમાં બિનઉત્પાદક ખર્ચનું પ્રમાણ ઉત્પાદક ખર્ચ કરતાં વધુ છે.


02:28 PM, 20th Feb
 
- 1450 ડિલક્સ અને 450 મીડી બસ એવી કુલ 1850 નવી બસ 200 પ્રીમિયમ એસી બસ અને 10 કાર વાન મુકાશે 
 
- આંગનવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઈ 
 
- મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયા
 
-  MSME અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઑ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ છે. 
 
- શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા
બજેટમાં આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની
શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા
 
- દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. આ સાથે નાના શહેરોને હવાઇ માર્ગે જોડવા માટે 45 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે. 
 
- આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ 
 
- મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઇ
 

01:27 PM, 20th Feb
 
દિવ્યાંગોને વાર્ષિક રૂ. 12 હજારની સહાય
દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે. 
દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ 
 
સરકારી આવાસને પ્રોત્સાહન આપશે
ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રૂ. 200 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે
 
 

01:06 PM, 20th Feb
 
નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાત વિધાનસભામાં 2025-26નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોચ્યા છે.  તેમણે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઈન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે
 
 
 
 
 

11:43 AM, 20th Feb

11:39 AM, 20th Feb
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે રાજ્યનું બજેટ રજૂ કરશે. તેઓ સળંગ ચોથી વખત બજેટ રજૂ કરવાના છે. આ વખતના બજેટમાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને કેન્દ્રમાં રાખીને જાહેરાતો થવાની સંભાવના છે.
 

11:30 AM, 20th Feb
 
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ 2025-2026 નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોચ્યા છે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE: રેખા ગુપ્તા દિલ્હીના સીએમ બન્યા, પ્રવેશ વર્મા અને આશિષ સૂદે લીધા મંત્રી તરીકે શપથ