Webdunia - Bharat's app for daily news and videos

Install App

Special Story- પાશેરામાં પહેલી પૂણી: એક અભિયાન નદીને નિર્મળ કરવાનું જે નવા વર્ષની શરૂઆત નદીની સફાઈ થી કરવાના વિચાર થી શરૂ થયું

Webdunia
મંગળવાર, 21 માર્ચ 2023 (12:04 IST)
પ્રોફેશનલ અને કોર્પોરેટ્સ માટે રવિવાર એટલે હાશ! નો દિવસ. આખા અઠવાડિયાનો થાક ઉતારવા અને પરિવાર સાથે સમય પસાર કરવાનો અવસર આ વ્યસ્ત લોકોને રવિવારે જ મળે. એટલે રવિવાર બગડે તો અઠવાડિયું બગડ્યું હોય એવું લાગે. તેવા સમયે એક કોર્પોરેટ સંસ્થામાં કાર્યરત રીતેશ ગોહિલ અને તેમના ૨૦ જેટલા સંનિષ્ઠ મિત્રોએ છેલ્લા દશ રવિવાર જાણે કે લોકમાતા મહીસાગરના ચરણે ધરી દીધાં છે.જેઓ પ્રોફેશનલ હોય કે નોકરી કરતાં હોય તેમને જ ખબર પડે કે આ કેટલું અઘરું કામ છે..! રીતેશભાઈનું બચપણ ગામડામાં,નદી અને જંગલની સમૃદ્ધિ વચ્ચે વીત્યું છે.એટલે પ્રકૃતિ પ્રેમ તેમને સંસ્કાર વારસામાં મળ્યો છે.
 
વેડછીનો વડલો ઉપનામ પામેલા જુગતરામ દવેની સંસ્થામાં તેમનું શિક્ષણ અને સંસ્કાર ઘડતર થયું છે.આ બધાના પરિણામે તેઓમાં સકારાત્મક જીવન દૃષ્ટિ કેળવાઈ છે. તેમણે અંગ્રેજી અખબારોમાં જોશીલી પત્રકારિતા કરી છે અને હાલમાં કોર્પોરેટ પ્રોફેશનલ તરીકે તેઓ કાર્યરત છે. ભોમિયા વગર ડુંગરા ભમવાની ધગશ ધરાવતા રિતેશભાઇને મહીસાગર કાંઠાની ગંદગી આંખમાં કણાની જેમ ખૂંચી એટલે તેમણે મિત્રોના સહયોગ થી લોકમાતાને નિર્મળ કરવાનું ભગીરથ કામ સ્વેચ્છાએ ઉપાડી લીધું છે.તેઓ એ આ અભિયાન ને'  cleaning party - સફાઈની મહેફિલ ' નું સાર્થક નામ આપ્યું છે.
હકીકતમાં એવું બન્યું કે ૨૦૨૩ ના વર્ષનો પહેલો દિવસ રવિવાર હતો.લોકો આ દિવસની વિવિધ રીતે ઉજવણી કરે છે.રિતેશભાઈને નદી કિનારે એકાદ કલાક સફાઈ કરીને નવા વર્ષને આવકારવાનો વિચાર આવ્યો. તેમણે મિત્રોમાં આ મેસેજ વહેતો કર્યો અને આ નિર્મળ નદી અભિયાન શરૂ થયું. મૈં અકેલા હી ચલા થા જાનીબે મંઝિલ મગર..લોગ આતે ગયે ..કારવાં બનતા ગયા એ પંક્તિઓ સાર્થક થતી હોય તેમ આજે લગભગ ૨૦ જેટલા લોકો તેમની સાથે જોડાય છે. તબીબો,ઇજનેર, આર્ટીસ્ટ, વિવિધ વ્યવસાયના લોકો તેમાં સ્વયમ સેવા આપી રહ્યાં છે.
તેઓ અને તેમના સાથીઓ રવિવારે મહીસાગર માતાનો સાક્ષાત્કાર કરે છે અને આરોગ્ય સુરક્ષા માટે હાથ મોજાં પહેરીને નદીના પટમાંથી અને નદીના તળિયેથી વિવિધ પ્રકારનો કચરો ઉપાડી લે છે અને થેલાઓમાં ભરીને તેનો યોગ્ય નિકાલ કરે છે.પડકાર ઘણો મોટો અને વ્યાપક છે પણ હતાશ થયા વગર ટુકડે ટુકડે વાસદ થી વડોદરા તરફના જળ પ્રવાહ અને કાંઠા વિસ્તારની તેઓ સફાઈ કરી રહ્યાં છે.
 
પહેલા નદી કાંઠે વસતા લોકો અને પૂજાપો વેચતા દુકાનદારો તેમને કુતૂહલથી જોતાં હતા.હવે તેઓમાં જાગૃતિનો સંચાર થતો જાય છે.સ્વચ્છ નદીના લાભો તેમને સમજાઈ રહ્યાં છે અને આ નદી સફાઈ સેવકોના પરિશ્રમને તેમની સ્વીકૃતિ મળી રહી છે.નદીને સ્વચ્છ તો કાંઠે વસતા લોકો જ રાખી શકે એ નક્કર સત્ય પણ છે. શરૂઆતમાં નદીના પટમાં અને નદીમાં ભાત ભાતનો કચરો જોઈને મનમાં હતાશા જાગતી. રીતેશભાઈ કહે છે કે મહી માતાના આશીર્વાદથી હવે બધું ઠીક થઈ રહ્યું છે. આપણી નદીઓ ખરેખર અદભુત છે,ચમત્કારી છે.એટલે નદીઓ,તળાવો અને જળ સ્ત્રોતોને સાચવવા એ સૌની જવાબદારી છે.
 
ખળ ખળ વહેતી લોકમાતા જાણે કે અમને પ્રોત્સાહિત કરે છે અને દર રવિવારે અમે બમણા જોશથી નદી માતાને લાડ લડાવવાના આ કામમાં લાગી જઈએ છે.રીતેશભાઇ અને તેમના મિત્રોનું આ કામ પાશેરામાં પહેલી પૂણી કે યજ્ઞમાં પહેલી આહુતિ જેવું છે.આવા ઘણાં અને વ્યાપક પ્રયત્નો જ આપણી લોકમાતાઓને સુંદર,સ્વચ્છ અને નિર્મળ કરી શકશે. એ દિશામાં પહેલું પગલું પાડવા માટે આ નદી સમર્પિત મિત્ર મંડળ લાખો ધન્યવાદને પાત્ર છે.પાશેરામાં પહેલી પૂણી: એક અભિયાન નદીને નિર્મળ કરવાનું જે નવા વર્ષની શરૂઆત નદીની સફાઈ થી કરવાના વિચાર થી શરૂ થયું
 
પ્રોફેશનલ અને કોર્પોરેટ્સ માટે રવિવાર એટલે હાશ! નો દિવસ. આખા અઠવાડિયાનો થાક ઉતારવા અને પરિવાર સાથે સમય પસાર કરવાનો અવસર આ વ્યસ્ત લોકોને રવિવારે જ મળે. એટલે રવિવાર બગડે તો અઠવાડિયું બગડ્યું હોય એવું લાગે. તેવા સમયે એક કોર્પોરેટ સંસ્થામાં કાર્યરત રીતેશ ગોહિલ અને તેમના ૨૦ જેટલા સંનિષ્ઠ મિત્રોએ છેલ્લા દશ રવિવાર જાણે કે લોકમાતા મહીસાગરના ચરણે ધરી દીધાં છે.જેઓ પ્રોફેશનલ હોય કે નોકરી કરતાં હોય તેમને જ ખબર પડે કે આ કેટલું અઘરું કામ છે..! રીતેશભાઈનું બચપણ ગામડામાં,નદી અને જંગલની સમૃદ્ધિ વચ્ચે વીત્યું છે.એટલે પ્રકૃતિ પ્રેમ તેમને સંસ્કાર વારસામાં મળ્યો છે.
 
વેડછીનો વડલો ઉપનામ પામેલા જુગતરામ દવેની સંસ્થામાં તેમનું શિક્ષણ અને સંસ્કાર ઘડતર થયું છે.આ બધાના પરિણામે તેઓમાં સકારાત્મક જીવન દૃષ્ટિ કેળવાઈ છે. તેમણે અંગ્રેજી અખબારોમાં જોશીલી પત્રકારિતા કરી છે અને હાલમાં કોર્પોરેટ પ્રોફેશનલ તરીકે તેઓ કાર્યરત છે. ભોમિયા વગર ડુંગરા ભમવાની ધગશ ધરાવતા રિતેશભાઇને મહીસાગર કાંઠાની ગંદગી આંખમાં કણાની જેમ ખૂંચી એટલે તેમણે મિત્રોના સહયોગ થી લોકમાતાને નિર્મળ કરવાનું ભગીરથ કામ સ્વેચ્છાએ ઉપાડી લીધું છે.તેઓ એ આ અભિયાન ને'  cleaning party - સફાઈની મહેફિલ ' નું સાર્થક નામ આપ્યું છે.
 
હકીકતમાં એવું બન્યું કે ૨૦૨૩ ના વર્ષનો પહેલો દિવસ રવિવાર હતો.લોકો આ દિવસની વિવિધ રીતે ઉજવણી કરે છે.રિતેશભાઈને નદી કિનારે એકાદ કલાક સફાઈ કરીને નવા વર્ષને આવકારવાનો વિચાર આવ્યો. તેમણે મિત્રોમાં આ મેસેજ વહેતો કર્યો અને આ નિર્મળ નદી અભિયાન શરૂ થયું. મૈં અકેલા હી ચલા થા જાનીબે મંઝિલ મગર..લોગ આતે ગયે ..કારવાં બનતા ગયા એ પંક્તિઓ સાર્થક થતી હોય તેમ આજે લગભગ ૨૦ જેટલા લોકો તેમની સાથે જોડાય છે. તબીબો,ઇજનેર, આર્ટીસ્ટ, વિવિધ વ્યવસાયના લોકો તેમાં સ્વયમ સેવા આપી રહ્યાં છે.
 
તેઓ અને તેમના સાથીઓ રવિવારે મહીસાગર માતાનો સાક્ષાત્કાર કરે છે અને આરોગ્ય સુરક્ષા માટે હાથ મોજાં પહેરીને નદીના પટમાંથી અને નદીના તળિયેથી વિવિધ પ્રકારનો કચરો ઉપાડી લે છે અને થેલાઓમાં ભરીને તેનો યોગ્ય નિકાલ કરે છે.પડકાર ઘણો મોટો અને વ્યાપક છે પણ હતાશ થયા વગર ટુકડે ટુકડે વાસદ થી વડોદરા તરફના જળ પ્રવાહ અને કાંઠા વિસ્તારની તેઓ સફાઈ કરી રહ્યાં છે.
 
પહેલા નદી કાંઠે વસતા લોકો અને પૂજાપો વેચતા દુકાનદારો તેમને કુતૂહલથી જોતાં હતા.હવે તેઓમાં જાગૃતિનો સંચાર થતો જાય છે.સ્વચ્છ નદીના લાભો તેમને સમજાઈ રહ્યાં છે અને આ નદી સફાઈ સેવકોના પરિશ્રમને તેમની સ્વીકૃતિ મળી રહી છે.નદીને સ્વચ્છ તો કાંઠે વસતા લોકો જ રાખી શકે એ નક્કર સત્ય પણ છે. શરૂઆતમાં નદીના પટમાં અને નદીમાં ભાત ભાતનો કચરો જોઈને મનમાં હતાશા જાગતી. રીતેશભાઈ કહે છે કે મહી માતાના આશીર્વાદથી હવે બધું ઠીક થઈ રહ્યું છે. આપણી નદીઓ ખરેખર અદભુત છે,ચમત્કારી છે.એટલે નદીઓ,તળાવો અને જળ સ્ત્રોતોને સાચવવા એ સૌની જવાબદારી છે.
 
ખળ ખળ વહેતી લોકમાતા જાણે કે અમને પ્રોત્સાહિત કરે છે અને દર રવિવારે અમે બમણા જોશથી નદી માતાને લાડ લડાવવાના આ કામમાં લાગી જઈએ છે.રીતેશભાઇ અને તેમના મિત્રોનું આ કામ પાશેરામાં પહેલી પૂણી કે યજ્ઞમાં પહેલી આહુતિ જેવું છે.આવા ઘણાં અને વ્યાપક પ્રયત્નો જ આપણી લોકમાતાઓને સુંદર,સ્વચ્છ અને નિર્મળ કરી શકશે. એ દિશામાં પહેલું પગલું પાડવા માટે આ નદી સમર્પિત મિત્ર મંડળ લાખો ધન્યવાદને પાત્ર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments