આ વખતે ભાજપ અને કૉંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર ઊભા રાખતાં ત્રિપાંખિયો જંગ હતો. જોકે, ભાજપે સરળતાથી મહાનગરપાલિકામાં ભગવો લહેરાવી દીધો છે. આ પહેલાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અંકિત બારોટ અને આમ આદમી પાર્ટીના તુષાર પરીખની જીત સાથે બંને પાર્ટીએ તેમનું ખાતું ખોલાવ્યું હતું. જોકે, બન્ને પક્ષો ભાજપના વિજયને અટકાવી શક્યા નહોતા.
ગાંધીનગર મહાનગરપાલિકામાં ગઈ વખતે ભાજપ પાસે 17 અને કૉંગ્રેસ પાસે 15 બેઠક હતી.
ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય હાંસલ કર્યો છે, જ્યારે કોંગ્રેસને બે અને આપના ફાળે એક બેઠક આવી છે. ભાજપે ગાંધીનગર નગર પાલિકામાં 44માંથી 41 બેઠકો જીતીને કોંગ્રેસ અને આપના સુપડા સાફ કરી નાંખ્યા છે. ત્યારે આવી જંગી જીત પાછળ ભાજપની નો રીપીટ મહત્વની સાબિત થઇ છે. ભાજપની બુથ લેવલની કામગીરી અને નેતાઓએ નીચલા સ્તરે કરેલી કામગીરીએ ભાજપને જીતાડી છે. સાથે આપ અને કોંગ્રેસ પ્રમાણમાં નબળી લડત આપતાં આખરે ભાજપને મોટી જીત મળી છે. એક સમયે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી સમયે પણ ગાંધીનગરમાં ભાજપ ભગવો લહેરાવી શકયો ન હતું પંરુતુ હવે પટેલ અને પાટીલ પાવરે તે કરી બતાવતાં હવે આ જોડી વિધાનસભાની ચૂટણી ટાણે નવા પ્રયોગ કરે તેવું ભાજપમાં મનાઇ રહ્યુ છે
ગાંધીનગર મહાનગર પાલિકાના પરિણામ જોઇએ તો, વર્ષ 2011માં યોજાયેલી ચૂંટણીમાં કોગ્રેસનો બહુમતી બેઠકો મેળવીને વિજય થયો હતો. 2016માં ભાજપ અને કોંગ્રેસને 16-16 બેઠકો સાથે ટાઇ પડી હતી. 2011માં કો્ગ્રેસમાં 18 અને ભાજપને 15 બેઠકો, 2016માં 16-16 બેઠકો મળી હતી હાલમાં 2021માં 41 ભાજપને, 2 કોંગ્રેસને અને 1 બેઠક આપને મળી છે. 2011માં જયારે ગાંધીનગર મહાનગર પાલિકાની સ્થાપના થઇ ત્યારે કોંગ્રેસે વધુ બેઠકો સાથે જીત મેળવી હતી, જયારે હવે 2021માં કોંગ્રેસનો સફાયો થતાં માત્ર 2 બેઠક મળી છે.
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા એ પછી પહેલી વખત ચૂંટણી યોજાઈ હતી અને એથી ભાજપ માટે આ ચૂંટણીનું મહત્ત્વ વધી જાય છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે, ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના નેતાઓએ ગાંધીનગરમાં રોડ શો યોજ્યા હતા, ભાજપે આ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.
ભાજપની સામે વિપક્ષ કૉંગ્રેસ તો મેદાનમાં હતી પણ સાથે જ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણીમેદાનમાં હતા અને એથી આ ત્રિપાંખિયો જંગ થવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એપ્રિલમાં થવાની હતી, પરંતુ કોવિડ-19 મહામારીના કારણે મુલતવી રાખવામાં આવી હતી.
આ વર્ષે યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતી હતી. અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમદેવારોને મેદાનમાં ઉતાર્યા હતા.
ભાજપ અને કૉંગ્રેસે તમામ 44 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીએ 40 ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
2016માં કૉંગ્રેસ અને ભાજપને એકસરખી બેઠકો મળી હતી.
ત્રણ કૉંગ્રેસ કાઉન્સિલરો ભાજપમાં જોડાઈ ગયા હતા અને ભાજપના હાથમાં કૉર્પોરેશનની સત્તા આવી હતી.