Webdunia - Bharat's app for daily news and videos

Install App

: ૧ ઓક્ટોબરથી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ થશે

Webdunia
મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (09:08 IST)
:નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિંમત વસુલ કરી નાગરીકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતોને ધ્યાને લઈ થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે ડિઝીટલ સ્ટેમ્પીંગની સુવિધાનો વ્યાપ વધારવા મહત્વનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને આગળ ધપાવતા રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કરી ૧લી ઓક્ટોબર ૨૦૧૯થી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડિઝીટલ સ્ટેમ્પીંગની પદ્ધતિને અનુસરવા મહત્વનો નિર્ણય કર્યો છે. 
 
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાગરીકોને પુરી પાડવામાં આવતી સેવાઓનો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે દેશભરમાં ડીજીટલ ઈન્ડિયાનું નવતર અભિગમ દાખવ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓને વધુ સરળ બનાવવા અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે ત્યારે આ નિર્ણય પણ નાગરિકો માટે મહત્તવનો પુરવાર થશે.
 
નાગરિકોને ૧લી ઓક્ટોબર ૨૦૧૯થી ફીઝીકલ સ્ટેમ્પ સેવા બંધ થતા સ્ટેમ્પ મેળવવામાં કે સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણીમાં કોઇ તકલીફ ના પડે તે માટે ઇ-સ્ટેમ્પીંગની સુવિધાથી હવેથી શીડયુલ બેંકો, કેંદ્ર અને રાજય સરકારના નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્થાઓ કે એકમો, પોસ્ટ ઓફિસ ઉપરાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટર્ડ એકાઉટન્ટ, કંપની સેક્રેટરી, બંદર/પોર્ટ ખાતેના સી & એફ એજન્ટ, ઇ-ગવર્નસ પ્લાન હેઠળ કાર્યરત કોમન સવિર્સ સેન્ટર,RBI રજીસ્ટર્ડ નોન બેંકીગ ફાઇનાન્સીયલ કંપનીઅને લાયસન્સી નોટરી પૈકી જે વ્યક્તિઓ/સંસ્થાઓ જે તે જિલ્લાની સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનની કચેરી ખાતે રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકશે.
 
સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ દ્વારા આ વ્યક્તિઓ/સંસ્થાઓને ઈ-સ્ટેમ્પીંગના ACC (ઓથોરાઈઝ્ડ કલેકશન સેન્ટર) તરીકેની નિમણૂંકની પરવાનગી આપ્યા બાદ આ સેન્ટરો ડિઝીટલ ઈ-સ્ટેમ્પીંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકશે.
 
ડિઝીટલ સ્ટેમ્પીંગના ફાયદા જણાવતા કૌશિક પટેલે ઉમેર્યુ કે, નાગરિકોને જ્યારે સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરવાની હોય ત્યારે ડિઝીટલ સ્ટેમ્પીંગના ઓથોરાઈઝડ કેન્દ્રો ઉપરથી જરૂરી રકમની સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરીને જરૂરી રકમનું ડિઝીટલ સ્ટેમ્પ સર્ટીફીકેટ મેળવી શકશે. જેમાં પક્ષકારોના નામ ઉપરાંત દસ્તાવેજની વિગત તથા દસ્તાવેજની રકમ જેવી વિગતો પણ દર્શાવવામાં આવશે. ડિઝીટલ સ્ટેમ્પ સર્ટીફીકેટ ધારણ કરનાર વ્યક્તિ દ્વારા સર્ટીફીકેટની ઓન લાઈન તેમજ મોબાઈલ એપ્લીકેશન દ્વારા પણ ખરાઈ કરી શકાશે. જેથી, સ્ટેમ્પ સર્ટીફીકેટની છેતરપીંડી કે ડુપ્લીકેશનનો કોઈ અવકાશ રહેશે નહીં.
 
ડિઝીટલ સ્ટેમ્પીંગ પદ્ધતિ અમલમાં આવવાથી આ પદ્ધતિ હેઠળ સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરતા એક યુનિક સર્ટીફીકેટ નંબર જનરેટ થશે જેની ખરાઈ દસ્તાવેજ નોંધણી સમયે સબરજીસ્ટ્રાર કચેરી દ્વારા કરવામાં આવશે. જેથી, દસ્તાવેજની નોંધણી પણ સુરક્ષીત બનશે. આ ઉપરાંત, આ રેકર્ડની ઉપલબ્ધિ ઓન લાઈન હોવાથી તે કોઈ પણ સમયે ચકાસી શકાશે, તેનો પુરાવો પણ મેળવી શકાશે. વધુમાં, ડિઝીટલ સ્ટેમ્પીંગ પધ્ધતિમાં ફિઝીકલ સ્ટેમ્પીંગ પદ્ધતિની જેમ એડવાન્સમાં કોરા સ્ટેમ્પ પેપર ખરીદવાની જરૂરીયાતમાંથી મુક્તિ મળતા નાગરિકોને રીફંડના પ્રશ્નો પણ ઉદભવશે નહીં. ઉપરાંત, જરૂરીયાત મુજબ કોઈપણ રકમની સ્ટેમ્પ ડ્યૂટી ચુકવવાની સુવિધા મળશે. 
 
સરકારની ઈ-પેમેન્ટ સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થશે જેની વિગતો આપતા મહેસૂલ મંત્રીએ ઉમેર્યુ કે, નાગરિકોને સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરવા રોકડ ઉપરાંત, RTGS, નેટ બેકીંગ, ઓન લાઈન પેમેન્ટ જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થશે. આ સેવાનો વ્યાપ વધતા તથા ઓનલાઈન સેવાઓ હોવાથી નાગરિકોને જ્યારે પણ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી હશે ત્યારે સરળતાથી નજીકના ડિઝીટલ સ્ટેમ્પીંગના ઓથોરાઈઝડ વેન્ડર પાસેથી અથવા તો બેંકો પાસેથી સેવા ઉપલબ્ધ થશે. રાજ્યમાં બહોળા પ્રમાણમાં ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો શરૂ થવાથી નાગરિકો તેમની નજીકના સ્થળે, કોઇપણ સમયે સ્ટેમ્પ ડ્યુટી ભરી તેનું સ્ટેમ્પ પેપર જેવું પ્રમાણપત્ર મેળવી પોતાના લેખ સાથે જોડીને લેખની નોંધણી કરાવી શકશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments