ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના 8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે. જેની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. જેથી આજે મળનારી કોર કમિટીની બેઠકમાં હાલમાં કર્ફ્યૂનો સમય જે રાત્રીના 8 થી સવારના 5 સુધીનો છે તેને 20 મે સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ મોતના આંકડાની સાથે શહેરોની સાથે ગામડાઓ સુધી ફેલાયેલા કોરોનાને કાબુમાં લેવા સરકાર હજુ કોઈ જોખમ લેવા માંગતી નથી, પરિણામે ગુજરાતમાં કોરોનાના કેસો 10 હજારથી ઓછા થાય, સાથે સાથે રિકવરી રેટ 85 ટકા થી ઉપર જાય તે પછી જ કર્ફયુ અને નિયંત્રણો ઓછા કરવામાં આવે તેવી શક્યતા છે.
ગુજરાત માં શહેરોમાં તો સ્થિતિ સુધરી રહી છે પરંતુ ગામડાઓ કોરોનાની સ્થિતિ કાબુમાં લેવા ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને સારવારની વ્યવસ્થા મજબૂત બનાવી, ગુજરાતમાં વધુ ને વધુ વેક્સિનેસન થાય તે માટેના પ્રયત્નો કરીને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ને કાબુમાં લેવા સરકાર સક્રિય બની છે.ગુજરાતમાં 6 મેથી 12 મે દરમિયાન વધુ 7 શહેરો સાથે કુલ 36 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયું હતું. રાજ્યભરમાં લૉકડાઉન લાગુ કરવામાં આવશે એવી અટકળોનો છેદ ઉડાડતા મંગળવારે સાંજે મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળેલી કૉર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કોરોના સંક્રમણ ફેલાતા રોકવા માટે રાત્રિ કર્ફ્યૂ ધરાવતાં શહેરોમાં જે 7 શહેરનો ઉમેરાયો થયો છે. આ અગાઉ 8 મહાનગરો સહિત 28 શહેરમાં પહેલેથી રાત્રિ કર્ફ્યૂ હતો. રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિયંત્રણો દરમિયાન આવશ્યક સેવાઓ જેવી કે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રાખવાનો આદેશ અપાયો હતો.