Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2021, RR vs CSK:- ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાનને 45 રનથી હરાવ્યુ

Webdunia
સોમવાર, 19 એપ્રિલ 2021 (23:15 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)2021 12માં મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સે 45 રનથી હરાવ્યુ. 189 રનના લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 143 રન જ બનાવી શકી. સીએસકેની તરફથી મોઈન અલીએ ત્રણ અને રવિન્દ્ર જડેજએ બે વિકેટ લીધી. આ પહેલા ટોસ ગુમાવીને પહેલા બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા. ટીમની તરફથી ફાફ ડુપ્લેસીએ 33 અને અંબાતી રાયડૂએ 27 રનની રમત રમી. 
<

A resounding victory for @ChennaiIPL against #RR by 45 runs.

4 fine catches and 2 wickets for @imjadeja #VIVOIPL pic.twitter.com/xMtP2v2elL

— IndianPremierLeague (@IPL) April 19, 2021 >
 
-  3.5 ઓવરમાં મુસ્તાફિજુર રહેમાનની બોલ પર ઋતુરજ ગાયકવાડે શિવમ દુબેને કેચ પકડાવ્યો. ગાયકવાડ 13 બોલનો સામનો કર્યા પછી 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. 
 
- 3 ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 22/0, ફાફ ડુપ્લેસી 13 અને ઋતુરાજ ગાયકવાડ 9 રન બનાવીને રમી રહ્યા છે. ઉનાદકટે પોતાના બીજા ઓવરમાં 8 રન આપ્યા. ફાફ ઘણી સારી લયમાં જોવા મળી રહ્યો છે. 
 
- 2 ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 14/0, ફાફ ડુપ્લેસી 7 અને ગાયકવાડ 7 રન બનાવીને રમી રહ્યા છે. ચેતન સકારિયાએ પોતાની પ્રથમ ઓવરમાં 7 રન આપ્યા. 
 
- પ્રથમ ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 5/0, ઋતુરાજ ગાયકવાડ 5 અને ફાફ ડુપ્લેસી 0 રન બનાવીને રમી રહ્યા છે. જયદેવ ઉનાદકટે પ્રથમ જ બોલ પર ચોક્કો આપ્યા પછી આગામી 5 બોલ સારી ફેંકી. 

<

A match made in heaven

MS Dhoni is all set to Captain @ChennaiIPL for the 200th time.#VIVOIPL pic.twitter.com/1dS3bEzZDR

— IndianPremierLeague (@IPL) April 19, 2021 >:CSK vs RR IPL 2021 12th match Live Score live match scorecard Chennai super kings vs Rajasthan Royals live Gujarati Commentary


11:20 PM, 19th Apr
 
-ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 45 રનથી હરાવ્યૂ 
-19.2  ઓવરમાં શાર્દુલ ઠાકુરની બોલ પર ઉનાદકટે જડેજાને સહેલો કેચ આપી દીધો 
- 18.6 ઓવરમાં 52 રનની જરૂર, ચેન્નઈની જીત પાક્કી 

11:09 PM, 19th Apr
-16 ઓવર પછી રાજસ્થાન રૉયલ્સનો સ્કોર 105 /7, રાહુલ તેવતિયા 3 અને જયદેવ ઉનાદકટ 6 રન બનાવીને રમી રહ્યા છે. મેચમાં હવે માત્ર ઔપચારિકતા બચી છે અને ચેન્નઈની જીત ચોક્ક્સ જોવા મળી રહી છે. 
 
-14.3 ઓવરમાં મોઈન અલીની બોલ પર ક્રિસ મોરિસ ખાતુ ખોલ્યા વગર આઉટ. જીત તરફ ચેન્નઈ સુપર કિંગ્સ. મોઈન અલી અને જડેજાની જોડીએ ત્રણ ઓવરમાં મેચની તસ્વીર બદલી નાખી. 

10:49 PM, 19th Apr
-12.5 ઓવરમાં મોઈન અલીની બોલ પર એલબીડબલ્યૂ આઉત થયા ડેવિડ મિલર, મિલર 5 બોલમાં માત્ર 2 રન બનાવીને આઉટ થયા. બટલરની વિકેટ શુ પડી રાજસ્થાનની ટીમ એકદમ ડામાડોળ થઈ ગઈ અને ટીમે છેલ્લી 11 બોલમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી. 


10:45 PM, 19th Apr
-10 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 81/2, શિવમ દુબે 15 અને જોસ બટલર 48 રન બનાવીને રમી રહ્યા છે. રાજસ્થાને છેલ્લા 5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 38 રન બનાવ્યા છે. 
- 9 ઓવર પછી રાજસ્થાન રૉયલ્સનો સ્કોર 70/2, જોસ બટલર 40 અને શિવમ દુબે 13 રન બનાવીને રમી રહ્યા છે. શાર્દુલ ઠાકુરે બીજી ઓવરથી શિવમમે બે ચોક્કા સહિત 10 રન લીધા અત્યાર સુધી રમાયેલ બે મેચમાં શિવમ કંઈક ખાસ ન કરી શક્યા, પણ આજે તેમની પાસે તક છે. 

09:19 PM, 19th Apr
- 18.3 ઓવરમાં ક્રિસ મૌરિસની બોલ પર જડેજાએ સંજૂ સૈમસનને સહેલો કેચ આપ્યો. જડેજા 7 બોલ પર 8 રન બનાવીને આઉટ. 
 
- 18 ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 158/6, સૈમ કરને 11 અને રવિંદ્ર જડેજા 4 રન બનાવીને રમી રહ્યા છે.  ચેતન સકારિયાએ પોતાની 4 ઓવરમાં 36 રન આપીને ત્રણ વિકેત લીધી 

08:30 PM, 19th Apr
-9.2 ઓવરમાં રાહુલ તેવતિયાની બોલ પર મોઈન અલીએ રિયાન પરાગને કેચ પકડાવ્યો મોઈન 20 બોલમાં 26 રનની રમત રમીને પેવેલિયન ભેગા થયા. રાજસ્થાનને આ મોટી સફળતા મળી છે. નવા બેટ્સમેન અંબાતી રાયડૂ આવ્યા છે. 


08:24 PM, 19th Apr
- 7 ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 59/2, મોઈન અલી 14 અને સુરેશ રૈના શૂન્ય રને રમી રહ્યા છે. મુસ્તાફિજુર રહેમાને પોતાની બીજી ઓવરમાં 13 રન આપ્યા. 
 
- 5.4 ઓવરમાં ક્રિસ મોરિસની બોલ પર રિયાન પરાગે પકડ્યો ફાફ ડુપ્લેસીનો કેચ, ફાફ 17 બોલમાં 33 રનની આક્રમક રમત રમીને થયા આઉટ

<

#CSK lose two wickets in the powerplay with 46 runs on the board.

Live - https://t.co/vRHaGGSTjJ #CSKvRR #VIVOIPL pic.twitter.com/v25MYMTPv2

— IndianPremierLeague (@IPL) April 19, 2021 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારને કરી લો આ 3 સરળ ઉપાય ભોળેનાથની કૃપાથી બની જશે બધા બગડેલા કામ મળશે સમ્માન

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

આગળનો લેખ
Show comments