Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મહેસાણામાં ક્રિકેટ પ્રેકટિસ સમયે હાર્ટ-એટેક આવતા 20 વર્ષીય ખેલાડીનું મોત

heart attack vs cardiac arrest
, મંગળવાર, 21 નવેમ્બર 2023 (15:29 IST)
સમગ્ર ગુજરાતમા હાલમાં નાની ઉંમરે હાર્ટ એટેકના કારણે મોત થવાના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.ત્યારે મહેસાણામા વધુ એક યુવકનું એટેકના કારણે મોત નીપજ્યું છે.યુવક કોલેજમાં નેટબોલીગની પ્રેક્ટિસ કરતી સમય દુખાવો ઉપડતા ઢળી પડ્યો હતો. યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ, સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ પર મૃતકના પરિવારજનો પહોંચતા વાતાવરણમાં આક્રંદ છવાયો હતો. મહેસાણાના વાઇડ એન્ગલ પાસે આવેલ પ્રકૃતિ સોસાયટીમાં રહેતા અને નાગલપુર કોલેજમાં અભ્યાસ કરતા 20 વર્ષીય મનીષ રાજુભાઇ પ્રજાપતિ નામનો યુવક આજે સવારે ઘરેથી કોલેજમાં નેટ બોલીગ પ્રેક્ટિસ કરવા પહોંચ્યો હતો.જ્યાં પ્રેક્ટિસ દરમિયાન મિત્રો બેઠા હતા એ દરમિયાન યુવકને અચાનક દુખાવો ઉપડતા સ્પોર્ટસ શિક્ષકને જાણ કરી હતી. 108 મારફતે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.  લાયન્સ હોસ્પિટલમા ઇમરજન્સી વોર્ડમાં રહેલા ડોકટર કમલના જણાવ્યા પ્રમાણે યુવકને અહીં લાવામાં આવ્યો ત્યારે તે મરણ હાલતમાં હતો.એમ છતાં ડોકટરની ટિમ દ્વારા તેને મેડિકલને લગતી તમામ પ્રોસેસ, ઈન્જેકશન, કરંટ આપવામાં આવ્યા હતા.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,એટેકના કારણે યુવકનું મોત નીપજ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

29 નો વરરાજા અને 67 વર્ષની દુલ્હન