Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મોદી સ્ટેડિયમમાં સુરક્ષામાં ચૂક થતાં ગૃહવિભાગ એક્શનમાં, પોલીસ અધિકારીઓને ગાંધીનગરનું તેડું

Security lapse at Modi Stadium
, સોમવાર, 20 નવેમ્બર 2023 (21:08 IST)
Security lapse at Modi Stadium
અમદાવાદ શહેરમાં ગઈકાલે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં મેદાનમાં એક યુવક ઘુસ્યો અને તે ચેક વિરાટ કોહલી સુધી પહોંચી ગયો હતો.આ ઘટનાની રાજ્યના ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી છે અને સુરક્ષામાં ચુક બદલ અમદાવાદ શહેરના જવાબદાર પોલીસ અધિકારીઓને આ મામલે ચર્ચા માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યાં છે.આ કેસની તપાસમાં હવે ક્રાઈમ બ્રાંચને પણ જોડવામાં આવી છે.

મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન વિરાટ કોહલી સુધી પહોંચી જનારા શખ્સની પોલીસે અટકાયત કરી હતી અને તેની પુછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યાં છે. આ મામલે ચાંદખેડા પોલીસે ઈસમ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પૂછપરછમાં યુવકનું નામ વેન જોનશન અને તે મૂળ ઓસ્ટ્રેલિયાનો હોવાનું જણાવ્યું છે. સ્ટેડિયમમાં પહોંચેલા આ યુવકે વિરાટ કોહલીને ગળે લગાડીને મેચ ડિસ્ટર્બ કરવાની કોશિષ કરી હતી. વિદેશી યુવકના ટીશર્ટ પર વિવાદિત લખાણને લઈને કોઈ ઉલ્લેખ નથી. ટીશર્ટ પર Stop Bombing Palestine લખેલું હતું.

આ તરફ પેલેસ્ટાઈન સમર્થક સુરક્ષા તોડીને મેદાનમાં ઘૂસી જતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લઈને ગુજરાતના ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી છે. સ્ટેડિયમમાં સુરક્ષાની જવાબદાર અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચર્ચા માટે બોલાવ્યા છે. શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે એક PSI સહિત 16 પોલીસ કર્મચારીઓ હોવા છતાં આ વિદેશી યુવક તેમને ધક્કો મારીને 7 ફૂટની જાળી કૂદીને મેચની વચ્ચે પીચ સુધી પહોંચી ગયો હોવાની નોંધ થઈ છે. હવે આ સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે મીડિયાને જણાવ્યું હતું કે, આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને અમે અલગ અલગ દિશામાં તેની પૂછપરછ કરી રહ્યા છીએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં વર્લ્ડકપની પાંચ મેચ દરમિયાન મેટ્રો ટ્રેન ક્રિકેટ પ્રેમીઓની પ્રથમ પસંદ બની, જાણો કેટલી આવક થઈ