Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોરોના અપડેટ: 24 કલાકમાં નોંધાયા 80 નવા કેસ, 2ના મોત

Webdunia
શુક્રવાર, 2 જુલાઈ 2021 (20:14 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 228 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,10,979 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.46 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 2644 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 10 લોકો વેન્ટિલેટર પર છે. 2634 લોકો સ્ટેબલ છે. 8,10,979 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં કુલ 02 લોકોનાં મોત નિપજ્યાં છે. 10,064 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે. 
 
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1, સુરતમાં 1 અને અરવલ્લીમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 2 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,48,796 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

નવીનતમ

કોણ છે કનિકા કપૂર ? કિયારા અડવાણીની હમશકલ જોઈને ફેંસનુ માથુ ચકરાયુ, 'બટવારા 1947' નુ પોસ્ટર જોઈને ફેંસ થયા કંફ્યુઝ

ગુજરાતી જોક્સ - આ લાઈબ્રેરી છે

RAMAYANA TRAILER - રણવીર-સાંઈ અને યશ જ નહી, 'રામાયણ' ટ્રેલરમાં રાજા દશરથથી લઈને શૂર્પણખા સુધી દરેક પાત્રએ છોડી છે ઊંડી છાપ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - 3 પ્રિય શબ્દો કયા છે?

આગળનો લેખ
Show comments