Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના નામને લઇને હોબાળો, સરકારે આપી સ્પષ્ટતા

Webdunia
ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2021 (13:41 IST)
ગુજરાતમાં એક સ્ટેડિયમનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે રાખવામાં આવતાં વિવાદ શરૂ થયો હતો. આ વિવાદને લઇને કેંદ્ર સરકારે સ્પષ્ટતા કર્યું કે ફક્ત મોટેરા સ્ટેડિયમનું નામ બદલાઇ ગયું છે પરંતુ સમગ્ર પરિસરનું નામ સરદાર પટેલ પર જ રહેશે. 
 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કર્યું. આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે જ્યારે પહેલાં તેને મોટેરા સ્ટેડિયમના નામથી ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર મોટેરા સ્ટેડિયમનું નામ બદલવાને લઇને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આવવવા લાગી છે.
 
કોંગ્રેસ સાંસદ રાજીવ સાતવે કહ્યું કે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર પટેલમાંથી નરેન્દ્ર મોદીના નામ પર કરવું શરમજનક વાત છે. આ દર્શાવે છે કે આપણા પ્રધાનમંત્રી કેટલાક આત્મમુગ્ધ થયા છે. આ અપમાનજનક છે અને નિરંકુશ તાનાશાહીનો સ્પષ્ટ સંકેત છે.
 
કોંગ્રેસ અને કેટલાક અન્ય વિપક્ષી દળોના નેતાએ આરોપ લગાવ્યો છે કે તેને સરદાર પટેલનું અપમાન ગણાવ્યું આ આરોપો વિશે પૂછવમાં આવતાં નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, અમિતભાઈ શાહની સ્ટેડિયમ બનાવવામાં પાયાની ભૂમિકા છે. આજે આ સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવ્યું છે. દેશને ગૌરવ અપાવે તેવું સ્ટેડિયમ બનાવી ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્ટેડિયમનું નામ  'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' નામકરણ કરવામાં આવ્યું છે. 
 
સરદાર વલ્લભભાઈ પટેલ રમત સંકુલ નામ આપવામાં આવ્યું છે. વિશ્વ કક્ષાની તમામ વ્યવસ્થાઓ રમતગમત સંકુલમાં ઉભી કરાશે.આ સંકુલમાં ભારત સરકારનો પણ સહયોગ પ્રાપ્ત થવાનો છે. એ મહાન બે મહાન નેતાઓ ગુજરાતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર ભાઈ મોદીના નામ સંકુલો સાથે જોડવામાં આવ્યા છે.
 
નીતિન પટેલે કહ્યુ કે, કોંગ્રેસ દ્વારા દરેક જગ્યાએ નામકરણમાં ગાંધી-નેહરૂ પરિવારના નામે કરવામાં આવ્યા છે. નેહરુ-ગાંધી પરિવાર, જવાલાલ નેહરૂ- ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીના નામ તમામ સરકારી વિગતો સાથે જોડ્યા છે. બીજા કોઈ પણ મહાન નેતાઓના નામ કોંગ્રેસ દ્વારા જોવામાં નથી આવ્યા. દેશના મહાન નેતાઓ સાથે કોંગ્રેસે અપકૃત્ય કર્યો છે, અન્યાય કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ રમત ગમત સંકુલ નામ જોડવામાં આવ્યું છે તેને ટીકાની દ્રષ્ટિએ કોંગ્રેસ જોઈ રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments