Gandhinagar news ગાંધીનગરના દહેગામની બહિયલની નર્મદા કેનાલમાં બે સંતાનો સાથે ઝંપલાવી પિતાએ કરેલી આત્મહત્યા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૃતક યુવકના પિતા દ્વારા પુત્રવધૂ સહિત ત્રણ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આત્મહત્યા બાદ મૃતકે લખી હોવાની મનાતી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં મૃતક યુવાનની પત્ની તેની પાસે ઘરમાં કચરા, પોતા અને રસોઈ જેવા કામ કરાવતી હોવાનો અને સગા વ્હાલાઓ સાથે સંબંધ ન રાખવા માટે દબાણ કરતી હોવાના કારણે અંતિમ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો છે. આ મામલે મૃતક યુવકના પિતા દ્વારા ફરિયાદ નોંધાવાતા દહેગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના બીલાસણા ગામના વતની અને દહેગામ તાલુાકના કડજોધરા ગામે પીએચસીમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતા ચેતનસિંહ માનસિંહ ચૌહાણ પત્ની રાધિકા, દીકરી ધરતી અને દીકરા જયપાલ સાથે રખિયાલ ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા. બે દિવસ પહેલા પાંચમી તારીખે ચેતનસિંહે બંને સંતાનો સાથે બહીયલ નર્મદા કેનાલમાં સ્યુસાઇડ નોટ લખીને બંને સંતાનો સાથે આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે પોલીસે મૃતક ચેતનસિંહ વિરુદ્ધ સંતાનોની હત્યા કરવાનો ગુનો નોંધ્યો હતો. ત્યરાબાદ હવે દહેગામ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે તેની પત્ની, સાસુ અને સાળા વિરુદ્ધ પણ દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.બે સંતાનો સાથે પિતાની આત્મહત્યા મામલે ચેતનસિંહના પિતા માનસિંહ ચૌહામ દ્વારા પુત્રવધૂ રાધિકા, ચેતનસિંહના સાસુ અને સાળા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાવતા દહેગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.