Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

નવજાત જન્મેલા બાળકને પ્લાસ્ટિકની બેગમાં મૂકી ત્યજી દેવાયું

નવજાત જન્મેલા બાળકને પ્લાસ્ટિકની બેગમાં મૂકી ત્યજી દેવાયું
, મંગળવાર, 19 જુલાઈ 2022 (13:38 IST)
ગાંધીનગર શહેર નજીક સરખેજ હાઇવે ઉપર તારાપુર પાસે સવસ રોડની બાજુમાં આજે સવારના સમયે એક નવજાત બાળકને પ્લાસ્ટિકની બેગમાં મૂકીને વાલી વારસો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પાસે કામ કરતા ખેડૂતોને જ્યારે બાળકના રડવાનો અવાજ આવતા તપાસ કરી તો એક પ્લાસ્ટીકની કોથળીમાં બાળક મળી આવ્યુ હતુ.  તેથી તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા આ બાળકને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. 
 
આ ઘટના અંગે સેક્ટર ૭ પોલીસને જાણ કરવામાં આવતા ગુનો દાખલ કરીને બાળકના વાલી વારસોની શોધખોળ પણ શરૃ કરી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની સાથે નસગ હોમમાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બહાર બાળકને ત્યજી દેવાની ઘટના બની હતી જેના વાલીવારસોને પણ હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Uric acid વધવા પાછળ આપણી આ 4 ભૂલો છે જવાબદાર, જો તમે પણ કરો છો આવુ કામ તો લાંબા સમય માટે પડી શકો છો બીમાર