Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ગ્રાહકોની જાણ બહાર અન્ય વ્યક્તિના ફોટોનો ઉપયોગ કરીને ઠગાઈ કરનારા બે શખસો સામે ફરિયાદ

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2023 (13:54 IST)
અમદાવાદમાં છેતરપિંડીના અનેક પ્રકારના કેસો નોંધાય છે. ત્યારે શહેરમાં નવા પ્રકારની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. મોબાઈલના સીમકાર્ડ ખરીદવા માટે આવતાં ગ્રાહકોની જાણ બહાર તેમની જગ્યાએ દુકાનના કર્મચારીનો ફોટોનો ઉપયોગ કરીને કસ્ટમર એપ્લિકેશન ફોર્મ ભરીને ઠગાઈ કરનારા બે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી દ્વારા અમદાવાદ પોલીસને સીમકાર્ડ અંગેના ઈનપુટ મળ્યા હતાં. જેની એસઓજી પોલીસ દ્વારા તપાસ કરતાં સીમકાર્ડ વેચનારે કસ્ટમર એપ્લિકેશન ફોર્મમાં ગ્રાહકોની અલગ અલગ વિગતો ભરીને તેમાં ગ્રાહકનો લાઈવ ફોટો અપલોડ કરવાને બદલે એક જ વ્યક્તિનો ફોટો અપલોડ કરીને ઘણા બધા સીમકાર્ડ એક્ટિવ કરી દીધા હતાં. આ પ્રકારે સીમકાર્ડ એક્ટિવ કરનાર મણીનગરમાં સ્થિત માહી એન્ટરપ્રાઈઝ દ્વારા એક જ વ્યક્તિનો ફોટો અપલોડ કરીને અલગ અલગ વ્યક્તિના નામે એક્ટિવ કર્યા હતાં. પોલીસે આ બાબતે તપાસ કરતાં બહેરામપુરાનો અંકિત પરમાર નામનો શખ્સ પકડાયો હતો. જેની પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે, માહી એન્ટરપ્રાઈઝમાં તે નોકરી કરતો હતો અને ગ્રાહકોને પોસ્ટપેઈડ પ્લાન માટે કન્વીન્સ કરવાનું તે કામ કરતો હતો.

એ સમયે આ સ્ટોરના માલિક રાહુલ ગજ્જર હતો અને હાલમાં તે યુકેમાં રહે છે. તે ઉપરાંત માહિ એન્ટરપ્રાઈઝ છેલ્લા બે વર્ષથી બંધ થઈ ગયેલ છે. તે ઉપરાંત જયમીન ઠક્કર મારી ઉપર કામ કરતાં હતાં. તેમનું કામ ફિલ્ડમાં હતું. મારા સિવાય બીજી આઠથી 10 છોકરીઓ કામ કરતી હતી. આ રાહુલ ગજ્જર કોઈ ગ્રાહકનું સિમકાર્ડ એક્ટિવ કરવાનું હોય તો મારો ફોટો લેતા હતાં. તેઓ અમારા શેઠ હોવાથી અમે કોઈ સવાલ તેમને કરતા નહોતા. જેથી મેં કોઈનું સિમકાર્ડ કેવાયસી કરાવેલ નથી. પોલીસે અંકિતની પુછપરછ બાદ રાહુલ અને જયમીન સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ સવારે ખાલી પેટે પી લો આ સૂકા પાંદડાની ચા, તે ઝડપથી શુગર ઘટી જશે

Korean food and drinks- આ કોરિયન ડ્રિંકસ ઉનાળાને ખાસ બનાવશે

શું તમને ઉનાળામાં ઠંડક અને તાકાત બંનેની જરૂર છે? આ છાશ એક પરફેક્ટ પસંદગી છે.

ઉનાળા માટે ઘરેલું ઉપાય! કયા રંગના માટલામાં ઠંડુ પાણી થશે, કાળું કે લાલ

Baby Names- તમારા નાના બાળક માટે આ કેટલાક Unique Names અને સુંદર નામો છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

Harry Potter ફેમ એક્ટરના ઘરે આવી નાનકડી પરી, ફોટો સાથે બતાવ્યુ ક્યુટ નામ

બીયરની જેમ પોતાનુ યૂરિન પીતા હતા પરેશ રાવલ, અભિનેતાએ પોતે કર્યો ખુલાસો, ચોંકાવનારુ બતાવ્યુ કારણ

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

આગળનો લેખ
Show comments