Webdunia - Bharat's app for daily news and videos

Install App

જે બાળકો એક સમયે અંબાજી મંદિરમાં ભીખ માગતા હતા તેઓ હવે પીએમના પ્રોત્સાહન બાદ કેવડિયામાં પરફોર્મ કરશે

હેતલ કર્નલ
શનિવાર, 29 ઑક્ટોબર 2022 (12:50 IST)
બનાસકાંઠા જિલ્લાના અંબાજી નગરના આદિવાસી બાળકોનું મ્યુઝિકલ બેન્ડ 31મી ઓક્ટોબરે કેવડિયામાં પ્રધાનમંત્રીની સામે પરફોર્મ કરશે. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી  કેવડિયાની મુલાકાત લેશે.
 
એવું પહેલીવાર નથી કે જ્યારે પ્રધાનમંત્રી માટે મ્યુઝિકલ બેન્ડ પરફોર્મ કરશે. 30મી સપ્ટેમ્બર, 2022ના રોજ, જ્યારે પ્રધાનમંત્રી અંબાજી, ગુજરાતની મુલાકાતે ગયા હતા, ₹7200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા, જ્યારે તેઓ જાહેર સમારોહ માટે આવી રહ્યા હતા ત્યારે બેન્ડે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું,.
આવા અસાધારણ સંગીત કૌશલ્યો શીખેલા આ આદિવાસી બાળકોની વાર્તા સાંભળવા જેવી છે. બાળકો એક સમયે તેમની મૂળભૂત જરૂરિયાતો અને શિક્ષણ મેળવવાની તક માટે લડતા હતા. તેઓ ઘણીવાર અંબાજી મંદિર પાસે જોવા મળતા હતા જ્યાં તેઓ મુલાકાતીઓની સામે ભીખ માગતા હતા. અંબાજી સ્થિત શ્રી શક્તિ સેવા કેન્દ્ર નામની સ્થાનિક એનજીઓએ આવા બાળકો સાથે કામ કર્યું, કે જેથી તેમને માત્ર શિક્ષિત કરવા જ નહીં, પરંતુ તેઓ કઇ કૌશલ્યોમાં સારા છે તે પણ ઓળખી શકાય. એનજીઓ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા મ્યુઝિકલ બેન્ડ સાથે આદિવાસી બાળકોની  કુશળતા વિકસાવી હતી.
 
પ્રધાનમંત્રીએ યુવા બેન્ડના પ્રદર્શનનો એટલો આનંદ માણ્યો અને પ્રશંસા કરી કે તેમણે ખાતરી કરી કે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે 31મી ઓક્ટોબરે બેન્ડને કેવડિયામાં આમંત્રિત કરવામાં આવે, જેથી તેઓ પણ ઐતિહાસિક દિવસે ભાગ લઈ શકે અને પ્રદર્શન કરી શકે.
 
31મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી કેવડિયાની મુલાકાત લેશે અને સરદાર પટેલને તેમની 147મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપશે. તે એકતા દિવસ પરેડમાં પણ ભાગ લેશે અને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે ફાઉન્ડેશન કોર્સ હેઠળ વિવિધ સિવિલ સર્વિસીસ સાથે જોડાયેલા અધિકારી તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

UP News : મથુરા રિફાઈનરીમાં લાગી ભીષણ આગ, 10 કર્મચારીઓ દઝાયા - જુઓ વીડિયો

મણિપુરમાં 10 આતંકવાદીઓના મોત બાદ છ લોકો ગુમ, પોલીસે આશંકા વ્યક્ત કરી છે

ચીનમાં 62 વર્ષના વૃદ્ધે લોકોના એક ટોળા પર ચઢાવી દીધી કાર, 35 નાં મોત 43 ઘાયલ

Gold Price Today- સોનું અને ચાંદી સસ્તા થયા

પત્નીના તેના ભાઈ સાથે શારીરિક સંબંધ છે, હું આ સહન કરી શકતો નથી, હું મારો જીવ આપી રહ્યો છું', અમદાવાદના યુવકે સુસાઈડ નોટ લખી ઝેર ખાઈ લીધું

આગળનો લેખ
Show comments