ગુજરાત વિધાનસભાની ચૂંટણી આદે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં ચૂંટણી જીતવા આમ આદમી પાર્ટી એડી ચોટી ન જોર લગાવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ હવે પંજાબ મોડલ ગુજરાત જીતવા અપનાવવા લાગી છે. ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી લડશે. 3 તારીખ સુધીમાં લોકો નક્કી કરશે AAPના મુખ્યમંત્રીનો ચહેરો, આમ આદમી પાર્ટીએ નંબર અને ઇમેઇલ એડ્રેસ જાહેર કર્યા છે. કેજરીવાલે જણાવ્યું કે, અમે જનતા ને પૂછી અને નક્કી કરીએ છીએ કે તમે કોણે મુખ્યમંત્રી બનવાવા માંગો છો. પંજાબની ચૂંટણીમાં અમે લોકોને પૂછ્યું હતું કે મુખ્યમંત્રી કોણ હશે. અને પંજાબમાં લોકોએ ભગવંત માનના નામની પસંદગી કરી હતી.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તેવો માહોલ તૈયાર થઈ ચૂક્યો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી ચહેરો જનતા નક્કી કરશે.આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચહેર પસંદ કરવા માટે નંબર અને ઈમેલ એડ્રેસ જાહેર કર્યું છે. ગુજરાતના લોકો 6357 000 360 નંબર પર મેસેજ, વોટ્સેપ મેસેસ, વોઇસ મેસેજ કરી અને પોતાના મુખ્યમંત્રીના નામ નો મેસેજ કરી શકશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ aapnocm@gmail.com ઇમેઇલ એડ્રેસ જાહેર કર્યું છે. જેમાં 3 તારીખ સાંજે 5 વાગ્યા સુધી મુખ્યમંત્રીનું નામ મોકલી શકાશે. જેમનું પરિણામ 4 તારીખે જાહેર થસે.