ગુજરાત ચૂંટણીની તારીખોનું એલાન થોડા દિવસમાં જ થઈ શકે છે ત્યારે વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠકમાં અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને સરકારે કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પસાર કર્યો છે.ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાતો કરવામાં આવી હતી અને તે બાદ સરકાર બન્યા પછી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. હવે એ જ પેટર્નથી ગુજરાતમાં પણ સરકાર પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે જેને લઈને આગામી ટૂંક જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે. હાલ બધા ધર્મોના લોકો આ બાબતોને તેમના વ્યક્તિગત કાયદા હેઠળ સમાધાન કરે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયોમાં વ્યક્તિગત કાયદો છે જ્યારે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ નાગરિક કાયદા હેઠળ આવે છે. બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણમાં કલમ 44 હેઠળ રાજ્યની જવાબદારી જણાવી છે.
શુ છે યૂનિફોર્મ સિવિલ કોડ?
યૂનિફોર્મ સિવિલ કોડથી દરેક ધર્મ માટે એક સમાન કાયદો બને અમલી
દેશમાં અત્યારે અલગ-અલગ ધર્મ માટે છે પર્સનલ-લૉ
દરેક ધર્મના પર્સનલ-લૉમાં એકરૂપતા લાવવાનો ઉદ્દેશ્ય
દેશના દરેક નાગરિક માટે એક સમાન કાયદાની જોગવાઈ
દરેક ધર્મ, જાતિ માટે એક સમાન કાયદાની જોગવાઈ
યૂનિફોર્મ સિવિલ કોડથી એક નિષ્પક્ષ કાયદો બને જેને કોઈ ધર્મ સાથે નિસ્બત ન રહે
બંધારણમાં અનુચ્છેદ 44માં યૂનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ
અનુચ્છેદ 44 અંતર્ગત યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવાની જવાબદારી રાજ્યોની પણ છે
યૂનિફોર્મ સિવિલ કોડમાં લગ્ન, છૂટાછેડા અને સંપત્તિની વહેંચણીમાં તમામ ધર્મો માટે એક જ કાયદો લાગુ થશે
યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ દરેક ધર્મના લોકો માટે એક સરખો કાયદો આવી જશે
યૂનિફોર્મ સિવિલ કોડ કાયદો લાગુ કરવાની જવાબદારી રાષ્ટ્રની છે
આજ સુધી આ કાયદો લાગુ થઇ શક્યો નથી
ભાજપ અને RSS પહેલાંથી સમાન યૂનિફોર્મ સિવિલ કોડની કરે છે તરફેણ
યુનિફોર્મ સિવિલ કોડ દુનિયાના મોટા ભાગના વિકસિત દેશોમાં લાગુ