Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતના ગ્રાહકોને મોટી રાહત, અદાણી ગ્રુપના માલિકે માફ કર્યા 12 હજાર કરોડ રૂપિયા.. જાણો શું છે મામલો

ગુજરાતના ગ્રાહકોને મોટી રાહત, અદાણી ગ્રુપના માલિકે માફ કર્યા 12 હજાર કરોડ રૂપિયા.. જાણો શું છે મામલો
, બુધવાર, 12 જાન્યુઆરી 2022 (10:25 IST)
ગુજરાત સરકાર અને ત્યાંના લાખો ગ્રાહકોને મોટી રાહત આપતા અદાણી ગ્રુપે તેનો 12 હજાર કરોડનો દાવો છોડી દેવાનો નિર્ણય કર્યો છે. આ રકમ મેળવવાનો નિર્ણય કોર્ટે આપ્યો હતો. આ રકમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમને આપવાની હતી. કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર જો આ રકમ આપવી હોત તો તેનું દબાણ ગ્રાહકો પર પડી શકે તેમ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, 12 હજાર કરોડનો દાવો છોડવો એ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે, જે પોતાના પક્ષમાં ચુકાદો આવ્યા બાદ જાહેર કરવામાં આવી છે.
 
ગુજરાત ઉર્જા વિકાસ નિગમને અદાણી ગ્રુપને 12,000 કરોડ રૂપિયા આપવાનો આદેશ સુપ્રીમ કોર્ટે જારી કર્યો હતો. આ મામલો 2007ના મુદ્દાને લગતો છે જેમાં કોર્પોરેશન અને જૂથ વચ્ચે સેવાની શરતો પર વિવાદ થયો હતો. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ પછી અદાણીનો પાવર પ્લાન્ટ પણ બંધ થઈ ગયો હતો. પરંતુ વીજ કટોકટી દરમિયાન ગયા વર્ષે ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવ્યું હતું.
 
ત્યારબાદ એનર્જી કોર્પોરેશન અને જૂથે પરસ્પર કરાર દ્વારા વિવાદનો અંત લાવ્યો. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં વિજળીના ભાવમાં વધારો થવાની શકયતા હતી, જેની અસર અન્ય રાજ્યો પર પણ પડી શકે છે. પરંતુ હવે કરારમાં વસ્તુઓ બદલવામાં આવી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં પતિના અવસાન બાદ પત્નીએ બીજા લગ્ન કરી લેતાં સાસરિયા નારાજ થયાં, મહિલાની દીકરીને રૂમમાં પુરી દીધી