Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્ય મંત્રીપદના શપથ લેશે

Bhupendra Patel
, રવિવાર, 11 ડિસેમ્બર 2022 (11:47 IST)
ગુજરાત વિધાસભાની ચૂંટણીમાં 156 બેઠકો સાથે વિજેતા બનેલા ભારતીય જનતા પક્ષના ચૂંટાયેલા ઉમેદવારોની ગાંધીનગરમાં પક્ષના વડા મથક 'શ્રી કમલમ' ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં વિધાનસભામાં ચૂંટાયેલી પાંખના વડા અને મુખ્ય મંત્રી પદ માટે સર્વાનુમતે ભૂપેન્દ્ર પટેલના પ્રસ્તાવનું અનુમોદન કરવામાં આવ્યું હતું.
 
આ બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપના વરિષ્ઠ નેતાઓએ ગાંધીનગર ખાતે આવેલા રાજભવનમાં પહોંચી રાજ્યપાલ સમક્ષ નવી સરકાર રચવાનો દાવો કર્યો હતો.
 
પક્ષે રાજ્યપાલને વિનંતી કરી છે કે ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્ય મંત્રીપદના શપથ લેશે, પરંતુ મંત્રીમંડળના અન્ય સભ્યોની શપથવિધિ માટેની તારીખ પછી નક્કી કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Blackview BV5200 PRO ફોન બેટરી અને શાનદાર કેમેરાથી સજ્જ છે, જાણો કિંમત અને અન્ય ફીચર્સ