Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Accident in Bhavnagar - ભાવનગર અકસ્માતમાં 6 ના મોત, દુર્ઘટનામાં 10 ગંભીર ઘાયલ, ડંપરમાં પાછળથી ઘુસી પ્રાઈવેટ ટ્રેવલ્સની બસ

Bhavnagar Road Accident
, મંગળવાર, 17 ડિસેમ્બર 2024 (12:27 IST)
Bhavnagar Road Accident

Bhavnagar Road Accident:-  ગુજરાતના ભાવનગરમાં આજે વહેલી સવારે ભીષણ માર્ગ અકસ્માત થયો. પ્રાઈવેટ ટ્રાવેલ્સની બસ ડંપરમાં પાછળથી જઈ ઘુસી. દુર્ઘટનામાં બસમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. જ્યારે કે 10 મુસાફરો ઘાયલ થયા છે અને તેઓને ભાવનગરની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ સુરતથી રાજુલા તરફ જઈ રહી હતી. બસના મુસાફરોએ જાતે જ પોલીસને અકસ્માતની જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને સંભાળી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.


નેશનલ હાઈવે પર ત્રાપજની પાસે દુર્ઘટના 
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાતા ડ્રાઇવરે રોડની સાઇડમાં કર્યું હતું, આ દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે.  પોલીસ અધિક્ષક હર્ષદ પટેલે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, બસ ભાવનગરથી મહુઆ જઈ રહી હતી ત્યારે સવારે 6 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. બસે ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી.
 
વહેલી સવારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવા પામી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. તેમજ 108 મારફતે ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

SBI Clerk Recruitment: એસબીઆઈમાં કલર્કના 13735 પદો પર બંપર ભરતી, 17 ડિસેમ્બરથી અરજી શરૂ, વાંચો વિગત