Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું પાછું ખેંચ્યું, સીએમ રૂપાણીને મળ્યા પછી લીધો નિર્ણય

મનસુખ વસાવા
, બુધવાર, 30 ડિસેમ્બર 2020 (12:15 IST)
ગુજરાતમાં ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાને મનાવી લીધા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા બાદ મનસુખ વસાવાએ રાજીનામું પાછું લેવાનો નિર્ણય લીધો છે. બંને નેતાઓની બેઠક લગભગ 45 સુધી ચાલી હતી, ત્યારબાદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાનો નિર્ણય પાછો લીધો છે.
 
ભરૂચ લોકસભાના સાસંદ મનસુખ વસવા આખરે ગાંધીનગર આવીને સીએમને મળ્યા બાદ તેઓ માની ગયા હતા. સીએમ સાથેની વસાવાની બેઠક પૂર્ણ થયા બાદ તેઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમને ગઈકાલે આપેલું રાજીનામું પરત ખેંચ્યું હતું. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર કે પક્ષ તરફથી કોઈ તકલીફ નથી. પરંતુ મારી નાદુરસ્ત તબિયતના કારણે મેં ગઈકાલે રાજીનામું આપ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક જન્યુઆરીથી આ ફોનમાં બંદ થઈ જશે Whatsapp, કયાંક તમારો ફોન પણ તો આ લિસ્ટમાં નહી જાણો