સાયબર ક્રાઈમે ટેકનીકલ એનાલિસિસ કરી આરોપીને ઝડપી પાડ્યો
સોશિયલ મીડિયામાં વડાપ્રધાન મોદીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતી પોસ્ટ કરનાર શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી પાસેથી એક મોબાઈલ પણ ક્રાઈમ બ્રાંચે કબજે કર્યો છે.
અલગ અલગ પ્લેટફોર્મ પર વોચ રાખી
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કાર્યરત સોશિયલ મીડિયા મોનિટરીંગ સેલના અધિકારીઓએ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વોચ રાખી રહ્યાં હતાં. આ દરમિયાન ગત 25 માર્ચે તેમના ધ્યાન પર આવેલ કે ફેસબુક પર વડાપ્રધાન મોદીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતી પોસ્ટ તેમજ જાહેર શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય કરેલ હોવાનું જણાઇ આવ્યું હતું.
આરોપી પાસેથી મોબાઈલ કબજે કરાયો
જેથી ફેસબુક પર આ પોસ્ટ કરનારની પ્રોફાઈલ ધારકની ટેકનીકલ સર્વેલન્સ મારફતે તપાસ કરી તેની વિરૂદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.સાયબર ક્રાઈમે ફેસબુક પર વાંધાજનક પોસ્ટ કરનારની ટેકનિકલ તપાસ કરી આરોપી શેતલભાઈ લોલિયાણીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી મોબાઈલ કબજે કરાયો છે. આરોપી ટ્યૂશન કલાસ ચલાવે છે. ક્યાં કારણથી આ પોસ્ટ કરી હતી, તે મામલે પૂછપરછ કરતાં આરોપી દ્વારા કોઈ સાચો જવાબ આપવામાં આવતો નથી. સાયબર ક્રાઈમ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.