Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ધોરણ-12ની બોર્ડ પરીક્ષાનું કમ્પ્યુટર વિષયનું પેપર ચાલુ પરીક્ષાએ લીક થયાનો યુવરાજસિંહે દાવો કર્યો

ધોરણ-12ની બોર્ડ પરીક્ષાનું કમ્પ્યુટર વિષયનું પેપર ચાલુ પરીક્ષાએ લીક થયાનો યુવરાજસિંહે દાવો કર્યો
, સોમવાર, 27 માર્ચ 2023 (18:50 IST)
ધોરણ-12ની બોર્ડ પરીક્ષાનું કમ્પ્યુટર વિષયનું પેપર ચાલુ પરીક્ષાએ લીક થયાનો યુવરાજસિંહે દાવો કર્યો
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કર્યું છે અને પેપરલીક થયાના ફોટા રજૂ કર્યા 
 
ગુજરાતમાં ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલાં જ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. જો કે હવે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે ધોરણ-12ની બોર્ડ પરીક્ષાનું કમ્પ્યુટર વિષયનું પેપર ચાલુ પરીક્ષાએ લીક થયાનો દાવો કર્યો છે. 
 
પેપરલીક થયાનું જણાવી ફોટા મોકલ્યા
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કર્યું છે અને પેપરલીક થયાના ફોટા રજૂ કર્યા છે. તેમણે કહ્યું છે કે કોઈ જાગૃત નાગરિકે વ્હોટ્સએપના માધ્યમથી આ પેપરલીક થયાનું જણાવી ફોટા મોકલ્યા છે. જો કે તેમણે એમ પણ કહ્યું છે કે આ પેપર સાચું છે કે ખોટું એની તેમને જાણ નથી. 
 
ગત વર્ષે ધોરણ 10નું પેપર લીક થયું હતું
ઉલ્લેખનીય છે કે 2022માં બોર્ડની પરીક્ષાનું ધોરણ-10નું હિન્દી દ્વિતીયનું પેપર પરીક્ષા પૂર્ણ થયાના અડધા કલાક પહેલા જ સોશિયલ મીડિયા પર ફરતુ થયુ હતુ.તેમાં જવાબો સોલ્વ કરેલા હતા. આ સવાલ અને જે પેપર હતુ તે બન્ને એક સરખા જ હતા. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં કોર્પોરેટરની પુત્રવધુએ પતિની દારૂ પીવાની ટેવથી કંટાળીને આપધાત કર્યો